________________
મેં વાંચ્યું તમે પણ વાંચો જુગા૨ અને લોટરીની કમાણી દાનમાં લેવાની કેનેડાની ધíર્મિક સંસ્થાઓની
થોમસ ના !
-વીરેન્દ્ર અઢિયા - ટોરોન્ટો (કેનેડા) ગુજરાતના જાણીતા ગાંધીવાદી અને મૂક સમાજસેવક પૂજ્ય રવિશંકર મહારાજ હંમેશા કહેતા હતા કે- “પૈસો સુંઘીને લો” જેમ આપણે સડેલી કેરી, જીવાતવાળા બોર, ગંધાતી શાકભાજી કે જેના પર માખીઓ બણબણતી હોય એવી મીઠાઈઓ ખરીદતા નથી તેવીજ રીતે “સડેલો પૈસો” (Trainted Money) પોતાના અંગત ઉપયોગ માટે અથવા ધર્માદા સંસ્થાઓ માટે પણ નહિ લેવા જોઈએ. “જેવું અન્ન તેવો ઓડકાર” એ આપણી જૂની અને જાણીતી કહેવત છે. કેનેડામાં તાજેતરમાં કેટલીક ધાર્મિક તથા સમાજસેવા કરતી સંસ્થાઓએ એવા સડેલા પૈસાનું દાન લેવાનો ચોખ્ખો નન્નો પરખાવી દીધો છે. તેથી એમને મુસીબત તો પડે જ છે પણ નૈતિક ધોરણ ઊચું રહે છે અને શુદ્ધ ઉદેશો માટે ખરડાયેલા નાણા નહિ લેવાનો એમનો નિર્ણય સ્વચ્છનાણાંઓ મેળવવા ઉપયોગી થશે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સાધનોની સૂચિતા”નો આગ્રહ રાખતા હતા.બ્રિટિશ સલ્તનત સામે એમને પુષ્કળ નૈતિક બળ તેથી જ મળ્યું હશે. કેનેડાની ધર્માદા અને ધાર્મિક સંસ્થાઓએ શરૂ કરેલી આ નવી ફેશન દુનિયાભરમાં પહોંચશે? જેનો રાજા જુગારી તેની પ્રજા ભિખારી !
આપણી હજારો વર્ષો જૂની એ પણ કહેવત છે કે જેનો રાજા જુગારી તેની પ્રજાભિખારી !તાજેતરમાં કેનેડાના સૌથી શ્રીમંત પ્રાંત ઓન્ટરીઓની ન્યુ ડેમોક્રેટીક પાર્ટીની સરકારે (જે ડાબોરી પક્ષ કહેવાય છે)કરોડો ડોલરના ખર્ચે અમેરિકાના ડેટ્રોઈટ શહેરની સરહદના કેનેડાની વીન્ડસર (જેને કેટલાક ગુજરાતીઓ વીન્ડોસરા કહે છે !) શહેરમાં જબરદસ્ત મોટો કેસીનો
|| ૨૦૧૭ ||