________________
મેં વાંચ્યું તમે પણ વાંચો ધનવાન, પણ એમને જોઈ ઈજનેરનો દીકરો હાથ પર હાથ રાખી બેસી રહે તો ઈજનેર ન થઈ શકે. કલેકટરનો દીકરો કલેકટર અને લેખકનો દીકરો લેખક ન થઈ શકે.
તોજેઓ સામાન્ય માણસનાં સંતાન છે અથવા જીવનની શરૂઆતની પરિસ્થિતિઓને કારણે જેઓ સામાન્ય રહ્યા છે, તેઓ શું અસાધારણ નબની શકે? જરૂર અસામાન્ય બની શકે છે એને માટે આવશ્યક છે ધીરજ અને યોજનાપૂર્વકના નિરંતર પ્રયત્નોની, દુનિયામાં સારા અને ઉચ્ચ સ્થાનોનો અભાવ નથી, પણ સ્થાન એ કંઈ પીરસેલી થાળી જેવું નથી. એ તો કાચા અનાજ જેવું છે, એમાંથી ભોજન તૈયાર કરી પેટ ભરો. હું જો મારા અને બીજાના અનુભવ એકત્રિત કરી પોતાનું આગવું સ્થાન પોતે મેળવવાનું વ્યાકરણ બનાવું, તો એ આ પ્રમાણે હશેઃ
અભાવોને પ્રસન્નતાપૂર્વક સહન કરતાં કરતાં મનવાંછિત સ્થાન માટે જાતને યોગ્ય બનાવો.
તકની પ્રતીક્ષા કરો, શોધ કરો, વિશ્વાસ રાખો. એક પછી એક પગથિયાં ચઢો. નાનામાં નાની તકનો પુરી આવડત અને લગનથી ઉપયોગ કરો. યોગ્યતાથી વધુની આશા ન રાખો.
- જૈન પ્રકાશ ૨૦/૦૬/૧૯૯૧
|| ૨૦૬ ||