________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
બાદશાહના નજરમાંથી ઉતારી પાડવાના આશયથી એની વિરૂદ્ધમાં વાતો કરતો.
એક વાર રાત્રે બે વાગ્યે બાદશાહે પોતાના સેનાપતિને બોલાવ્યો ને કહ્યું- “આપણા બધા પ્રધાનોને એમના એમના ઘરમાંથી, તેઓ જે હાલતમાં હોય તે હાલતમાં જ, અહીં લઈ આવો. અમારો હુકમ બરાબર સમજી લો કે કોઈ પલંગ પર સૂતો હોય તો એ પલંગ સહિત એ જ દશામાં લાવવામાં આવે, અને કોઈ ગાલીચા પર બેસી ચોપાટ રમતો હોય તો એને ગાલીચા સાથે લાવવામાં આવે.”
એકાદ કલાકમાં તો બધા જ પ્રધાનો બાદશાહના મહેલમાં આવી ગયા. આઠમાંથી સાત પ્રધાનો દારૂના નશામાં ચુર હતા, કેટલાક જુગાર રમી રહ્યા હતા. કેટલાક વેશ્યાઓ સાથે આનંદ કરવામાં મશગુલ હતા. માત્ર નાણાપ્રધાન શરીર પર ધોતી અને બંડી પહેરી દીવાના પ્રકાશમાં કોઈ કાગળ તપાસી રહ્યા હતા. બધા શરમિંદા પડી ગયા. પછી બાદશાહે નાણાંપ્રધાનને પુછ્યું, “મહેરબાન, રાત્રે બે વાગ્યે એવા કયા કાગળ તપાસતા હતા ?’’ એણે જવાબ આપ્યો, ‘જી’ એક તાલુકાનો આ વર્ષનો જે કર આવ્યો છે, તેમાં ગઈ સાલ કરતાં એક પૈસો ઓછો છે. હું એ તપાસતો હતો કે હિસાબમાં ભૂલ છે કે ખરેખર એક પૈસો ઓછો છે.
બાદશાહે પોતાના ખિસ્સામાંથી કાઢી એક પૈસો આપતા કહ્યું- “લો, આનાથી હિસાબ બરાબર થઈ જશે.જઈને આરામ કરો.’' આદર સાથે પૈસો પાછો આપતાં પ્રધાને કહ્યું- “જી, પૈસો તો હું પણ મૂકી શકું છું, મૂકી શકતો હતો, પણ એક પૈસો ઓછો છે, એ માટે પૂછગાછ કરવામાં ન આવે તો કર્મચારીઓમાં બેદરકારી અને અપ્રમાણિકતા પેદા થશે.''
બાદશાહ ખૂશ થયા અને એમણે એ યુવકને પોતાના મુખ્ય પ્રધાન તરીકે નીમ્યો.
બાદશાહનો દીકરો બાદશાહ થઈ શકે છે અને ધનવાનનો દીકરો
|| ૨૦૬ ||