________________
મેં વાંચ્યું તમે પણ વાંચો જાતને યોગ્ય બનાવો, તેની પ્રતીક્ષા કરો
-શ્રી કનૈયાલાલ મિશ્ર “પ્રભાકર” એક દિવસ બાદશાહે પોતાના વજીરને કહ્યું- “મારે એક માણસની જરૂર છે. તમારી નજરમાં કોઈ આવે તો લઈ આવજો, પણ એટલું ધ્યાન રાખજો કે માણસ સાચો હોવો જોઈએ.”
ઘણા દિવસની શોધખોળ પછી વજીરને એક માણસ ગમ્યો. વજીરે એની પાસે એની નોકરી છોડાવી દીધી અને સારા ભવિષ્યની આશા આપીએને બાદશાહની સેવામાં હાજર કર્યો. કયાંય સુધી તો બાદશાહને યાદ જ ન આવ્યું કે પોતાને માણસની જરૂર શા માટે હતી. પછી તેમણે કહ્યું- “હા, એ વખતે મનમાં કંઈક વિચાર હતો, પણ હવે એવું કંઈ નથી.
વજીરે કહ્યું- “હજુર !હજારોમાંથી મેં એને પસંદ કર્યો છે અને એની સારી નોકરી છોડાવી, હું એને અહીં લઈ આવ્યો છું.”
બાદશાહે જરા વિચાર કરીને કહ્યું- “મારી પાસે તો અત્યારે કાંઈ કામ નથી, પણ તમારો આગ્રહ હોય તો આપણે એને આપણા કાર્યાલયમાં ચપરાસીનું કામ આપીએ.પગાર પંદર રૂપિયા મળશે.”
વજીરને ખોટું લાગ્યું, પણ પેલા યુવકે કહ્યું- “મારે માટે તો બાદશાહની ચાકરી કરવાની તક મળે એ જ સૌથી મોટો પગાર છે.” એ તો એને માટે તૈયાર થઈ ગયો. વજીર એને બાદશાહની કચેરી બતાવવા ગયો, પણ ત્યાં તો નરી ધૂળ જ ધૂળ છવાયેલી હતી, કારણ કે બાદશાહનત્યાંદિવસે બેસીને કામ કરતા, ન ત્યાં કદી જતા હતા. વજીરને બહુદુઃખ થયું, પણ પેલા યુવાને તો આવું સારું કામ અપાવવા બદલ એનો આભાર માન્યો.એને આ કામ મળ્યું તેનો સંતોષ હતો.
દિવસો સુધી પેલા યુલાને કચેરી સાફસૂફ કરી, બધી વસ્તુઓ ઠીકઠાક ગોઠવી અને બાદશાહની આબરૂને છાજે એવી એણે કચેરી બનાવી દીધી.એક
| ૨૦ ||