________________
મેં વાંચ્યું તમે પણ વાંચો જાપાનથી આયાત થતું અને હમણાં ભારતની મિલોમાં પણ બનતું “ચાઈનાસિલ્ક”નામનું કાપડએશુદ્ધ રેશમનું નથી પણ પોલીએસ્ટરનું હોય છે.
ક્યા કાપડમાં શું વપરાય છે તે જાણવું હોય તે તેનું પરીક્ષણ નીચે મુજબ કરીને જાણી શકાય છે. પ્રાણીજન્ય, વનસ્પતિજન્ય,તથા માનવસર્જિત પેટ્રોલિયમમાંથી બનેલા તાર-ત્રણેની બળવાની રીત જુદી છે. માણસના વાળ પણ રેશમની જેમ જ બળતા હોવાથી ખરેલા વાળ અથવા વાળની ગુંચ બાળી જોવાથી આ સમજવું સહેલું થઈ પડશે. વાળને ચીપિયાથી પકડીને બાળતી વખતે તેનું નિરીક્ષણ કરો. વાળ બળી રહેશે ત્યારે ટાંચણીના માથા જેવડી રાખની ઝીણી દડી બની રહેશે. તેને આંગળી વચ્ચે લઈને ચોળીને સુંઘી જુઓ. વાળ, રેશમ, ઉન, પીછાં અને ચામડું આ બધા એકસરખી રીતે બળશે અને ગંધ પણ એકસરખી આવશે. વસ્ત્રમાંથી રેશમના તાર તાણાના (ઊભા)અને વાણાના (આડા) થોડાક જ કાઢી જુદા જુદા બાળી જોવા. જો વસ્ત્રમાં એવું વણાટ હોય કે તાર જાડો અને પાતળો લાગે અથવા ચમકમાં ફરક લાગે તો તે બીજી જાતનો તાર પણ થોડો કાઢી બાળી જોવો. આમાં સમજીને ર-૪ તાર કાઢવાથી વસ્ત્રને કોઈ નુકશાન નથી થતું.
જો તે તાર વનસ્પતિજન્ય(સુતરાઉ કે રેયોન)હશે તો તે ભડકે બળશે, દડી નહીંબને અને ગંધ પણ રેશમ જેવી નહીં હોય.જોતેનાયલોન કે પોલીએસ્ટર જેવા વસ્ત્રનો તાર હશે તો ભડકે બળીને કાચ જેવી કડકદડી થઈ જશે.
નોંધઃ ૧૯૮૪માં જામનગરમાં મુનિશ્રીઅરુણવિજયજી મહારાજની નિશ્રામાં બ્યુટી વિધાઉટ ક્રુઅલ્ટી દ્વારા ફિલ્મ દેખાડીને પ્રવચન થયા હતા.
ત્યારે ૭૦ થી વધુ લોકોએ રેશમ, હાથીદાંત જેવી વસ્તુઓ ન વાપરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
(“સત્ત્વાનુકંપામાંથી સાભાર)
| ૨૦૨ ||