________________
મેં વાંચ્યું તમે પણ વાંચો પાણીમાં નાખીને અથવા ગરમ હવામાંથી પસાર કરીને અથવા તડકે સુકવીને મારી નાખવામાં આવે છે, ત્યારબાદ કોશેટાનો તાર કાઢીને વીંટી લેવામાં આવે
- ૧૦૦ ગ્રામ રેશમી વસ્ત્ર તૈયાર કરવા માટે આશરે ૧૫૦૦ કીડાને મારવામાં આવે છે.
આમાંના કેટલાક કોશેટાને પસંદ કરીને, ફૂદડાને બહાર નીકળવા દેવા માટે બાજુ પર રખાય છે તેમાંથી નીકળતાં નર અને માદાને સાથે રાખવાથી નર માદાને ફળાવે છે અને પછી જ્યારે માદા ઈંડા મુકે ત્યારે તેને કચરી નાખીને તપાસે અને જો તે રોગિષ્ટ નીકળે તો તેના બધા ઇંડાનો નાશ કરી
નાખે.
ભારતમાં જુદા જુદા ચાર જાતના ફૂદડાનું રેશમ મેળવાય છે“મલબેરી”(શેતુરી),ટસર,એરી અને મુગા.રેશમનું ઉત્પાદન કરતાં ચીન, જાપાન, રશિયા, ઈટાલી,દ. કોરિયા વગેરે દેશો પણ “મલબારી”રેશમનું ઉત્પાદન કરે છે. પરંતુ એરી અને મુગા તો ફક્ત ભારતમાં જ બને છે.
શુદ્ધ રેશમ જેવા લાગતાં બીજા કાપડો બને છે, માનવસર્જિત તાંતણાંમાંથી સામાન્ય રીતે એ “આર્ટિફિશિય”સિલ્ક (આર્ટસિલ્ક)ને નામે જાણીતા છે. આમાંથી રેયોન (વિસ્ફોસ) વનસ્પતિજન્ય છે, જ્યારે નાયલોન અને પોલીએસ્ટર (ટેરિન) પેટ્રોલિયમ પદાર્થ છે.
શુદ્ધ રેશમી કાપડનો ઉપયોગ ઘણી જાતના વસ્ત્રો બનાવવામાં થાય છે. દા.ત. બાંધણી, ચુડીદાર, ચુન્ની-દુપટ્ટો, ચણિયા-ચોળી, ઓઢણી, ઘરચોળા, મેસી, મીડી, સાડી, સ્કાર્ફ સોકીંગ (પગના લાંબા મોજાં), હાથના મોજાં, પાકીટ તથા પૂજાના વસ્ત્રો (ખેસ, ધોતિયાં) કફની, સુરવાળ, શેરવાણી, જાકીટ,ટોપી, મોજડી,ખમીસ, કોટ, પેન્ટ,ટાઈ તથા નૃત્ય વખતના પહેરવેશ વગેરે. ઉપરાંત ભારે પડદા, ફર્નિચરનાં કવર,પલંગ પરની સુશોભિત ચાદર, લેમ્પ શેઈડ, ગાલીચાં, દીવાલ પર લગાડવાના સુશોભનો, વગેરેમાં પણ રેશમ
| ૨૦૦ ||