________________
મેં વાંચ્યું તમે પણ વાંચો ત્યાં બેસી શકાતું નથી. તેવી જ રીતે અગ્નિકાય પણ એકેન્દ્રિય હોવાથી માઈક ચાલુ હોય ત્યારે સામાયિક લઈ બેસી શકાતું નથી. (૧૦) વ્યાખ્યાન કે પ્રતિક્રમણ સાંભળવા રૂપ ધર્મ ઘણાને સંભળાવી શકાતો હોય અને થોડું નુકશાન અને ઘણો લાભ થતો હોય એમ જે દલીલ કરાય છે. તે પણ બરાબર નથી. જૈનાગમમાં કયાંય પોતાનું બગાડીને બીજાનું ભલું કરવાની વાત છે જ નહી. એ માટે એ દલીલ ટકી શકે નહીં. (૧૧) ભગવંતની આજ્ઞા જીવદયાની છે. દયા છે ત્યાં જ વીતરાગનો ધર્મ છે. અહિંસા એજ ધર્મનો પાયો છે. વીતરાગની આજ્ઞા ચારે તીર્થને એક સમાન છે સાધુને આજ્ઞા જુદી અને શ્રાવકોને આજ્ઞા જુદી એવું છે જ નહીં. માટે સંઘના વડીલો, હોદ્દેદારો, અન્ય મહત્વની વ્યક્તિઓ જે સાધુ-સાધ્વીની હાજરીમાં તેમજ વ્રતધારીની હાજરીમાં માઈકમાં બોલવા રૂપ છુટ લઈ રહ્યા છે તે વ્રતધારીના વ્રતના ભંગમાં નિમિત્ત રૂપ હોવાથી તે છુટ હકીકતમાં આપણે લઈ શકતા નથી. જો તેમની હાજરીમાં અગ્નિકાયનો પ્રયોગ થઈ શકતો હોય તો પછી બીડી-સીગરેટ, ચલમ, હોકો સળગાવવારૂપ અગ્નિનો આરંભ કરવામાં શું હરકત ? માટે આપણે સૌ વીતરાગ શાસનને વફાદાર રહીએ. વીતરાગ માર્ગને ઉજ્વળ કરીએ અને આરાધક બનીએ એજ સુંદર ભાવના સાથે વિનંતી.
જૈન પ્રકાશ ૨૦/૦૮/૧૯૯૪ (સકળ ચતુર્વધ સંઘ આ વિષયમાં ચિંતન મનન કરી માઈકની હિંસાને જિનશાસનમાંથી દૂર કરે એજ યોગ્ય છે.)
on
|| ૧૬૬ ||