________________
મેં વાંચ્યુ તમે પણ વાંચો
તેઓ પણ બીજાઓની સામાયિક ભંગાવવામાંનિમિત્ત બને છે અને વર્તમાનમાં જે શ્રાવકપણું મને પ્રાપ્ત થયેલ છે, તે આગામી કાલે શ્રાવકપણું અને ચારિત્રની પ્રાપ્તિ બહુ દુર્લભ થશે.
કારણ બીજાના વ્રત પાલનમાં સહાય કરવી જોઈએ તેના બદલે બીજાનાં વ્રત મેં ભંગાવ્યા તો તેના ફલસ્વરુપ મને ચારિત્રની પ્રાપ્તિ કેમ થાય ? વળી, પ્રતિક્રમણ એટલે પાપથી પાછા ફરવું, તો હિંસાની ક્રિયા ચાલુ જ છે. પછી પાપથી પાછા ફરવાપણું જ કયાં રહ્યું અને હકિકતમાં પ્રતિક્રમણ જ કયાં રહ્યું ? વળી સંવત્સરી જેવું સર્વ જીવોને અભયદાન આપવા રૂપ મહાપર્વ સર્વ જીવો સાથે ક્ષમાપના કરવાનું પર્વ છે.
“ખામેમિ સવ્વ જીવા” ના પાઠમાં સર્વે ખમાવીએ છીએ, સર્વ જીવો મારા અપરાધની ક્ષમા આપો એમ ભાવના ભાવીએ છીએ તેમજ જગતના સર્વ નાના મોટા જીવો સાથે મારે મૈત્રી ભાવ છે એમ બોલીએ છીએ. તો જ્યારે અગ્નિકાય અને વાયુકાયના જીવોની હિંસા ચાલુ જ છે, પછી તેમની સાથે ક્ષમાપના કયાં થઈ? તેમની સાથે મૈત્રી ભાવ કયાં રહ્યો ? એક શિષ્ટચાર કર્યાનો ભલે કદાચ સંતોષ લઈએ પણ હકીકતમાં તે જીવો સાથે ક્ષમાપનાના બદલે વેરનો બંધ થયો.
(૮) હવે માઈકમાં બોલવું તે
(૧)ધર્મ નથી પણ અધર્મ છે,(૨) સંવર નથી પણ આશ્રવ છે,(૩) ઉપાદેય નથી પણ હેય છે, (૪)નિર્જરા નથી પણ બંધ, (૫)સ્વભાવ નથી પણ વિભાવ, (૬) શુભ યોગ નથી પણ અશુભ યોગ, (૭) હળવાપણું નથી પણ ભારેપણું, (૮) સુખનું કારણ નથી પણ દુઃખનુ કારણ છે; આર્તધ્યાન છે અને વિષમય છે, (૯) વળી આપણે માઈકમાં સાંભળવું એટલે અગ્નિકાયના આરંભમાં બેસવું જો બેસી શકતા હોઈએ તો જેમ પૃથ્વીકાય ખોદાતી હોય. સ્નાન વસ્ત્ર ધોવા માટે પાણીનો આરંભ થતો હોય. વાયરાના આરંભરૂપ પંખા ચાલુ હોય. સુગંધી પદાર્થો ખંડાતા હોય, વનસ્પતિનું જ્યાં છેદન ભેદન થતું હોય
|| ૧૬૭ ||