________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
(૨) સિદ્ધાંતમાં શ્રાવકને ત્રણ મનોરથ કહ્યાં, તેમાં પ્રથમ મનોરથ આરંભ પરિગ્રહ (અલ્પ કે મહા પરિગ્રહ) કયા૨ે છાંડુ? તો જ્યાં માઈકનો આરંભ છે, ત્યા પ્રથમ મનોરથ જ કયાં રહ્યો?
(૩) ધ્યાન ચાર કહ્યાં. તેમાં ધર્મ ધ્યાનના ચાર પાયા કહ્યાં. પ્રથમ પાયામાં છ કાય જીવોની રક્ષા કહી, બીજા પાયામાં જીવોને દુઃખનાં પાંચ કારણો, કહ્યાં તે મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, અશુભયોગ. તો માઈકના પ્રયોગમાં કદાચ પહેલું કારણ છોડી દઈએ તો બાકીના ચાર કારણો જીવને દુઃખરુપ છે. તો માઈકનો પ્રયોગ જીવને દુઃખરુપ છે માટે હેય છે. આદરવા યોગ્ય નથી.
(૪) ભગવતી શતક ૧૨, ઉ. ૭ માં જયંતી શ્રાવિકાના પ્રશ્નના જવાબમાં ભગવંતે કહ્યું છે કે જીવ ભા૨ે શાથી થાય અને હળવો શાથી થાય ? તો ૧૮ પાપના સેવનથી જીવ ભારે થાય અને આયુષ્ય વર્જીને સાથે કર્મની પ્રકૃતિ શિથિલને ગાઢ કરે, અલ્પકાળની હોય તે લાંબા કાળની કરે, મંદરસને તીવ્ર રસવાલી કરે, અલ્પ પ્રદેશને બહુ દેશવાલી કરે અને ૧૮ પાપના સેવન નહીં કરવાથી જીવ હળવો થાય અને સાથે કર્મ પ્રકૃતિને ગાઢ હોય તેને શિથિલ આદિ કરે. તો ધર્મસ્થાનમાં આપણે બધાએ કર્મથી ભારે થવું કે હળવા થવું તે વિચારવું. માઈકમાં પ્રાણાતિપાતરુપ પ્રથમ પાપ પ્રત્યક્ષ છે. બીજા પરોક્ષ છે.
(૫)માઈકનો ઉપયોગ તે ગૃહસ્થોને શબ્દ સાંભળવાની અનુકૂલતારૂપ ઈષ્ટનો સંયોગ અને અનિષ્ટના વિયોગરૂપ છે. આ બંન્ને ભાંગા આર્તધ્યાનના છે. તેમજ માઈકની બહુ સારી વ્યવસ્થા હતી એ ચિંતવી ખુશી થાય, આનંદ મનાવે, તો માઈકમાં થતી અગ્નિકાય, વાયુકાયની હિંસાને વખાણી, તે રૌદ્રધ્યાનની વૃદ્ધિ માટે છે. અને સામાયિકમાં તો બન્ને અશુભ ધ્યાનનો ત્યાગ છે. તો માઈકનો ઉપયોગ તે આર્ટ અને રૌદ્રધ્યાન છે. પણ ધર્મધ્યાન નથી.
(૬) શ્રાવક-શ્રાવિકા જેઓને સામાયિક છે, હિંસા કરવાના તેમજ કરાવવાના બન્નેના મન, વચન કાયાથી છ કોટીએ પચ્ચક્ખાણ છે તો શ્રોતેંદ્રિય,
|| ૧૬૬ ||