________________
મેં વાંચ્યું તમે પણ વાંચો શુદ્ધ રેશમી વસ્ત્રો અંગેની તલસ્પર્શી માહિતી
- નલીન ઝ. મહેતા રેશમી વસ્ત્રોને બનાવવા લાખો ઈયળોને મૃત્યુના મુખમાં હોમી દેવાય
માનવીએ જે વિવિધ પ્રકારના કાપડનું સર્જન કર્યું છે તેમાંનું કદાચ સૌથી આકર્ષક નરમ, સુંવાળું અને તેજસ્વી તોરેશમનું કાપડ જ હશે.લગભગ ઘણા વર્ષોથી આ સુંદર કાપડની આયાત ચીનથી થતી અને તેથી જ સંસ્કૃતમાં તે “ચીનાંશુક”ને નામે ઓળખાતું. તેના ઉત્પાદનની પદ્ધતિ કે મૂળ વિશેની માહિતી એક અત્યંત ગુપ્ત રહસ્ય હતું.
રેશમની ઈયળ પોતાનો કોશેટો બનાવવા જે તાર કાઢે છે તે આ રેશમનો તાર ઈયળમાંથી કીટક અને તેમાંથી ફૂદડાંમાં પોતાનું રૂપાંતર થાય તે દરમિયાનની પોતાની નિષ્ક્રિય સ્થિતિમાં પોતાનું રક્ષણ કરવા માટે કવચ રૂપે તે આ કશોટો બનાવે છે.
માદા ફૂદડું આશરે ૪૦૦ થી ૬૦૦ ઇંડા મુકે છે લગભગ ૧૦ દિવસમાં સેવાય છે તેમાંથી ૧/૧૨”ની ઈયળ નીકળે છે તેને લગભગ ૨૦થી ૨૭ દિવસ સુધી શેતુરના પાન ખવરાવાય છે, ત્યારે તે ૩”- ૩ ૧/૨”લાંબી થાય છે.
આપૂર્ણવૃદ્ધિએ પહોંચેલી ઈયળ પોતાના મોમાંથી લાળ જેવો ચીકણો પદાર્થ તારરૂપે કાઢીને-પોતાના શરીરની આસપાસ ઉપરા ઉપરીવીટે છે જેથી ૨-૪ દિવસમાં કોશેટો તૈયાર થાય છે. બીજા ૧૨-૧૫દિવસોમાં ઈયળમાંથી કીટક અને તેમાંથી દડામાં તેનું રૂપાંતર થાય છે. હવે બહાર નીકળવા માટે તેનેમાંથી કોશેટો કાતરવો પડે, અને આમ થવાદેવાથી રેશમના તારના ટુકડા થઈ જાય. તેથી કોશેટો કપાતો અટકાવવા તે સમય પહેલાં જ તેને ઉકળતા
| ૧૬૬ ||