________________
મેં વાંચ્યું તમે પણ વાંચો દિવસ બાદશાહ ત્યાંથી નિકળ્યા તો ઓળખી જ ન શક્યા કે એ એમની કચેરી છે ! આવી સુઘડ કચેરી જોઈ તેમને ખૂબ આનંદ થયો.
એ કચેરીમાં એક નાનો ઓરડો હતો. યુવકે તપાસ કરી તો ખબર પડી કે છેલ્લા વર્ષોમાં બાદશાહ ઉપર આવેલા પત્રોનાં પરબીડિયાનો ઢગલો ત્યાં પડ્યો હતો. એમાંના ઘણા પરબિડિયાં પર સોનાની નકશી હતી. તો કેટલાંક પર હીરા-મોતી જડેલાં હતાં. આ પરબીડિયાં બીજા રાજાઓ અને અમીર ઉમરાવો તરફથી લગ્ન આદિ પ્રસંગોએ આવેલ આમંત્રણ પત્રોનાં હતા. યુવાને કારીગરો બેસાડી એ બધી કિંમતી વસ્તુઓ લિફાફા પરથી ઉતરાવી લીધી અને બજારમાં વેચી દીધી. આ વસ્તુઓમાંથી હજાર રૂપિયા મળ્યા. એમાંથી એણે થોડાઘણા કચેરીની સજાવટ પાછળ અને ચિત્રો વગેરે દોરાવવામાં વાપર્યા અને બાકીના રાજ્યની તિજોરીમાં જમા કરાવ્યા. પેલી કિંમતી વસ્તુઓ એણે જ્યાં વેચી ત્યાંથી એની રસીદ લીધી અને નવી વસ્તુઓ ખરીદી ત્યાંથી એનો પણ આંકડો લીધો. સજાવટ પછી કચેરી ખરેખર શાહી કચેરી બની ગઈ. પણ એને પરિણામે ઘણા લોકોને એની અદેખાઈ થવા માંડી. આવા બળિયેલ લોકોએ રાજાના કાન ભંભેર્યા કે એ ગમે તેમ પૈસા લૂંટાવી રહ્યો છે. એટલે એક દિવસ બાદશાહ ગુસ્સામાં આવી પેલી કચેરીએ જઈ પહોંચ્યા. કચેરીનું રૂપ જોઈ તેઓ તાજુબ થઈ ગયા, છતાં એમણે કરડાકીભર્યા અવાજે પૂછ્યું : “આ બધી સજાવટ કોને પૈસે કરી છે ?’’
“કચેરીના પૈસે, નામદાર.” એને એણે બાદશાહને પેલાં નકામાં પરબીડિયાંની વાત વિગતે કહી. વળી ખજાનચી પાસેથી પોતે જમા કારાવેલ પૈસા વિષે પણ સાક્ષી લીધી. બાદશાહ ખુશ થઈ ગયા અને એમણે યુવાનને પોતાના નાણાંપ્રધાન તરીકે નીમ્યો. પણ એ બહુ સીધો માણસ હતો. એ કયારેય અપ્રમાણિકતા ચલાવી લેતો ન હોતો. એ કર્તવ્ય પ્રત્યે સજાગ હતો અને બીજાઓની બેદરકારી ચાલવા દેતો નહોતો, આથી બીજા પ્રધાનો મુશ્કેલીમાં આવી પડ્યા. પરિણામે જે કોઈ પ્રધાન બાદશાહ પાસે જતો એ પેલા યુવકને
|| ૨૦૪ ||