________________
મેંવાંચ્યું તમે પણ વાંચો તેથી તેની રકમ કેવી રીતે સ્વીકારે? એવી જ રીતે કેટલીક ધર્માદા અને ધાર્મિક સંસ્થાઓએ શરાબ બનાવતી અને સીગરેટ બનાવતી કંપનીઓના દાનો ફગાવી દીધા છે. ઘણું સરસ! શું ચોરો, શરાબીઓ અને જુગારીઓના દાનો લેવા?
ભારતના જાણીતા અકિંચન સંત અને શ્રીમદ્ભાગવતની અમૃતવાણી પાંત્રીસ વર્ષો સુધી ભારતના કરોડો લોકોને આપનારપૂજ્ય ડોંગરેજી મહારાજે પોતાના એક પ્રવચનમાં પૂછ્યું છે કે શું ચોરો લૂંટફાટ કરીને ધન કમાવે તો તે ધાર્મિક કૃત્ય કહેવાય?એવી જ રીતે પત્તાનો, સટ્ટાનો કે મટકાનો જુગાર રમી તેના પૈસાથી જેઓ મંદિર કે ગુરુદ્વારા બાંધતે શું આવકારદાયક ગણાય? વળી પ્રાંતીય સરકારો લાખોને ગરીબ બનાવી તેમને લોટરીની લાલચમાં સંડોવી કરોડો રૂપિયા ભેગા કરે અને તેમાંથી બાળ મંદિરો, શાળાઓ કે હોસ્પિટલોને દાન આપે તો એવા જુગારના દાનો સ્વીકારાય? શું દારૂના કે તાડીના અડ્ડાઓમાં આંધળી કમાણી કરનારાઓ પાસેથી દારૂબંધીના પ્રચાર માટે દાન લઈ શકાય? શું તંબાકુ-સીગરેટ, ચીરૂટ કે બીડીના વેપારીઓ પાસેથી કેન્સર કેરેડક્રોસ સોસાયટીઓ દાન લઈ શકે? અંગ્રેજીમાં કહેવત છે કે દાનમાં મળેલા ઘોડાનું લોઢુ તપાસવાની જરૂરી નથી. (DO NOT LOOK IN TO THE MOUTH OF A GIFT HORSE) પણ કુટણખાનાની કમાણી કરનારાઓ પાસેથી મહિલાઓની ઉન્નતિ કરવાના નાણાં કેમ લેવાય? અથવા હજારો નવજાત બાળકોની જન્મના પહેલા જ અને તે પછી પણ હત્યા કરનારા અસ્ટ્રા સાઉન્ડના ડોક્ટરો પાસેથી અનાથ બાળકોની સંસ્થાઓ ફંડફાળો કેવી રીતે લઈ શકે? ભારતમાં પણ પાપનો પૈસો ધર્માદા સંસ્થા લે નહિ
ભારતમાં હજારો ધાર્મિક અને ધર્માદા સંસ્થાઓ ચાલે છે. ખાટકીઓની સંસ્થાનાદાન ગોહત્યા પ્રતિબંધ માટે લેવાય નહિ, ફેફસાંના અને હૃદયના રોગીઓને બચાવવા સીગરેટ, તંબાકુની કંપનીઓના દાન સ્વીકારાય
| ર૦૦ ||