________________
મેં વાંચ્યું તમે પણ વાંચો જૈન સંઘે છોડવા જેવો છે પરંતુ આ વાત આજે કોઈને ગળે ઉતરતી નથી. તો આગ લાગ્યા પછી તો ભસ્મ જ હાથમાં આવે છે. તો સર્વનાશને પંથે ડુબ્યા પછી પાછા વાળવા કઠીન બને છે.
(૯)આપણા ધર્મમાં ચમત્કારોની કોઈ વાત નથી તેમજ અંધશ્રદ્ધાની કોઈ વાત નથી તેમ છતાં આજે આપણો જૈન સંઘ કર્મવાદના સિદ્ધાંતો ભૂલીને અંધશ્રદ્ધા મિથ્યાત્વી, દેવ-દેવીઓ, હવન-હોમ, ચંડીપાઠ, વાસક્ષેપ, દોરાધાગાને માદળિયામાં વધુને વધુ ફસાવા લાગ્યો છે.ત્યારે આપણો સાધુ સંઘ પણ આપણા સમાજને આવા ખોટા માર્ગેથી પાછો વાળવાને બદલે નિમિત્ત રૂપ બની રહ્યો છે. તેથી હવે લાગે છે કે આગ પાણીમાં લાગી રહી છે ત્યારે આવા રૂડા જૈન સંઘને ને સિદ્ધાંતોને કોણ બચાવશે ?
– જૈન પ્રકાશ, ૦૫/૦૩/૧૯૯૨
શ્રાવક શ્રાવિકાઓ અને માઈક
-લેખક : હીરાલાલ મોહનલાલ તુરખીઆ
વર્તમાન કાળ એ અત્યંત વિષમ કાળ છે અને એ કાળના પ્રવાહમાં હકીકતમાં શુદ્ધ માર્ગ શું છે. તેનું લક્ષ વિસ્તૃત થતું જાય છે. અને તે કારણે આપણા ગુરુવર્યો માઈકમાં ન બોલતા હોય પણ આપણને બોલવામાં કયાં હરકત છે, એમ વિચારી આપણે સાધુ-સાધ્વીની હાજરીમાં, આપણો મોટો ભાગ માઈકનો ઉપયોગ કરે છે. પણ હકીકતમાં તેનો ઉપયોગ આપણે કરી શકતા નથી. તે માટે સિદ્ધાંતને અનુલક્ષીને અહીં વાત રજુ કરવામાં આવે છે.
(૧)સૌ પ્રથમ શ્રાવક, સાધુ-સાધ્વી પાસે આવે ત્યારે પાંચ અભિગમ સાચવીને આવે. તેમાં પ્રથમ અભિગમ સચિતનો ત્યાગ છે, આપણી પાસે જેમ બદામ, એલચી, સોપારી જેવી સચિત વસ્તુ ન હોય, તેમ સચિત એવું અગ્નિકાયના આરંભરુપ માઈક આપણે કેવી રીતે લાવી શકીએ ? જે લાવે તેને અભિગમ કયાં રહ્યો ? અને અભિગમ નથી ત્યાં વિનય પણ કયાં રહ્યો ?
|| ૧૬૪ ||