________________
મેં વાંચ્યું તમે પણ વાંચો ચક્ષુઈન્દ્રિય, વગેરે પાંચે ઈન્દ્રિયનો સમાવેશ કાયાની અંતર્ગત થાય છે તો કાયા વડે હિંસક વસ્તુનું સેવન, શ્રોદ્રયથી સાંભળવારૂપ મારે પચ્ચક્ખાણ છે. તો માઈકના શબ્દ સાંભળવાથી મારી સામાયિકના પચ્ચક્ખાણ મેં કાનવડેહિંસક વસ્તુનું સેવન કર્યું તેથી ભાંગી ગયા તે વ્રત મેં પાળવા માટે લીધું છે. ભાંગવા માટે નહીં માટે માઈકના શબ્દ સાંભળી શકાય નહિ જેમ કે રેડિયો સ્ટેશનથી જે કોઈ ધાર્મિક પ્રોગ્રામ આવે તે સાંભળી શકાય નહિ, ભક્તામરની ટેપ સાંભળી શકાય નહિ. હારમોનિયમ, વાંસળી, ખંજરી, વાયોલીન વગેરે વાજીંત્રો સાંભળી શકાય નહિ. જેમ કાનનો વિષય સાંભળવાનો તેમ આંખનો વિષય જોવાનો. તો સામાયિકમાં ટી. વી. પર આવતા પ્રોગ્રામો જોઈ શકાય નહિ. ઉપાશ્રયમાં સિનેમાની સ્લાઈડ જોઈ શકાય નહિ. દીક્ષાના આલ્બમો જોઈ શકાય નહિ, તેમજ ઉપાશ્રયના હોલમાં લાઈટ કરી શકાય નહિ, લાઈટમાં વાંચી શકાય નહિ. તેમજ નાકથી સેન્ટ સુંધી શકાય નહિ, સ્પર્શેન્દ્રિયને સાતા પહોંચાડવા પંખાની હવા ખાઈ શકાય નહિ, એરકન્ડીશનમાં બેસી શકાય નહિ. હીટરથી તાપી શકાય નહિ કારણ આંખ નાક કે સ્પર્શેન્દ્રિય તે વિષય સેવન કરવાથી વ્રતનો ભંગ થાય છે. આપણે સમજીએ છીએ,તો જીવોની હિંસા બધામાં સમાન છે. પછી કાનનો વિષય માઈકમાં સાંભળવું આપણાથી કેવી રીતે સેવન થઈ શકે ? કારણ ત્યાં પણ વ્રતનો ભંગ છે. તો છકાયની હિંસાનો પચ્ચક્ખાણ કરી, પછી વ્રતને ભાંગવું તે હિતકારી કહેવાય ? ઉપવાસમાં એક અન્નનો કણ ન ખાઈએ અને અહીં બે ઘડીનું ચારિત્ર ભાંગીને ભુકો થાય તેના માટે સાવધાની કેમ નહી ? તે ખૂબ જ વિચારવા જેવું છે.
9
(૭) તેજ પ્રમાણે જ્યાં સંવત્સરી પ્રતિક્રમણ માઈકમાં થાય છે. તે સમયે પ્રતિક્રમણ બોલાવનાર વ્યક્તિ પોતાની જવાબદારી સમજે, પ્રથમ તો મારું વ્રત ભાંગે છે. અને સાથે હજારોની સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓની સામાયિક મારા માઈકમાં બોલવાથી ભાંગેછે.તેજ રીતે સંવત્સરી પ્રતિક્રમણ સિવાયના અન્ય તપસ્યાના, બહુમાનના કે શ્રદ્ધાંજલી સભાઓના પ્રસંગોમાં પણ જે જે સંઘના હોદેદારો વગેરે વ્રતધારીઓની સભામાં માઈકમાં બોલે છે, || ૭૬૬ ||