________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
(૪) શ્રાવકનો પ્રથમ બોલ છે કે આપણી આજીવિકા અને કમાણી ન્યાય સંપન્ન હોવી જોઈએ. તેને શું આપણે આચરણમાં ઉતારી ?
(૫)જૈન કુળમાં જન્મેલાને કોઈ જીવને દુઃખ થાય કે ત્રસજીવની ઘાત થાય તેવું કાર્ય કરવું ન શોભે. છતાં દિવાળીના પવિત્ર દિવસે, ભગવાન મહાવીરના નિર્વાણ મહોત્સવના દિને તથા લગ્નના શુભદિને ફટાકડા ફોડતાં કેમ અચકાતો નથી, રસ્તે ચાલતા ભાંગડા નૃત્યમાં કેમ રાચે છે ? વનરાજીનો વિનાશ કરી ફૂલોનો કચ્ચરઘાણ કરી લગ્નમંડપ શોભાવવો કેમ ગમે છે ?
(૬)જૈનનો દિકરો, વેવિશાળ અને લગ્ન ફોક કરવાની હિંમત કરી શકે ખરો ? અને કરે તો આવી વ્યક્તિઓને જૈન કહેવડાવાનો હક્ક હોઈ શકે ખરો ?
(૭)અલ્પારંભ અને મહાઆરંભની આજે કોઈને ખેવના છે ખરી ? આપણા સામાજીક, ધાર્મિક પ્રસંગોમાં પણ જ્યાં એઠવાડ ન મુકવાનો કોઈને વિચાર થતો નથી, કે કોઈ પોતાની ફરજ સમજતું નથી. ત્યાં છકાયના જીવોની રક્ષાની વાત જ કરવા જેવી રહે છે ખરી?
(૮) મનોરંજનના સાધનો ઓડિયો-વિડીયો, ટી. વી., નાટક, સીનેમા, બ્લ્યુ ફિલ્મ વગેરે જોતા આપણે આપણી જાત ઉપર કાબુ રાખીને અગર છાતી ઉપર હાથ મૂકીને કહી શકશો આ બધા દૃષ્યો કુટુંબ સાથે બેસીને જોઈ શકાય તેવા છે ? ન હોય છતાં આજે આ બધા સાધનો જૈન સંઘના ઘરમાં જ વધુને વધુ જોવા મળે છે, ત્યારે આપણો સંઘ સદાચારોને જાળવી શકશેખરો? સંયમની સાધના કરી શકશે ખરો ? બ્રહ્મચર્યને જાળવી શકશે ખરો ?મારે મન
આ બધા ભોગવિલાસના સાધનો છે. તેથી તેનો સદ્ઉપયોગ કરતાં વધુમાં વધુ દુરુપયોગ થયા વિના રહેવાનો નથી. જેથી આપણો સંઘ પોતાની જાતે જ સર્વનાશ નોતરશે અને દાંપત્ય જીવનનો આનંદ ખોઈ બેસશે. તે દૃશ્ય જોઈને છોકરા-છોકરીઓ પણ મનસ્વી જીવન જીવતા થઈ ગયા છે. જેથી વેવિશાળ અને લગ્નજીવનની સ્થિરતા જોવા મળશે નહિ. માટે આવા સાધનોનો મોહ
|| ૧૬૩ ||