________________
મેં વાંચ્યું તમે પણ વાંચો નહિ. વર્લ્ડ મેડીકલ એસોસીએશનની જીનીવામાં મળેલી એસેમ્બલીએ જે નિયમો મંજુર કર્યા છે તેમાં જણાવવામાં આવ્યું છે કે
માનવ જ્યારથી ગર્ભમાં આવે ત્યારથી તેને માટે હું સન્માન જાળવીશ. ધમકી મળે તેવા સંજોગોમાં પણ માનવતાનાનિયમ વિરૂદ્ધહું મારા જ્ઞાનનો ઉપયોગ નહિ કરું. આજ પ્રમાણે નર્સીજે ગર્ભપાતમાં ભાગ ભજવે છે. તે તેમના વ્યવસાયના નિયમ વિરૂદ્ધ છે. વસ્તીવધારાને અટકાવવાના બીજા ઘણા ઉપાયો જોવામાં આવે છે. તેમાં સૌથી વધારે અનિષ્ટકારી હોય તો તે ગર્ભપાત છે, ધાર્મિક દૃષ્ટિએ જ નહિ, આરોગ્યની દૃષ્ટિએ પણ જેમને બાળક ન જોઈતું હોય તે બીજા ઉપાયથી અટકાવી શકે છે પછી ગર્ભપાતની જરૂર કયાં રહી? પોતાના બેદરકારીના કારણે પંચેન્દ્રિય કુમળા બાળકનો ભોગ લેવો? એ ન્યાય કયાં નો?
માનવ જીવનના ઘણા ઘણા ગુણો ગવાયા છે. એવા માનવ જીવનને ટુંકાવી નાખવામાંથી માતાઓ અને બહેનો બચે અને પંચેન્દ્રિયની હિંસાથી વિરમે.
- જૈન પ્રકાશ, ૨૦/૧૨/૧૯૯૨
૦ ભગવદ્ ગીતામાં કહેલ છે કે અગર આત્માની શુદ્ધતા જોઈએ
તો બ્રહ્મચર્યનું પાલન કરો. શિવ સંહિતામાં કહેલ છે કે- વીર્યના ટીપારૂપી મહારત્નના સંગ્રહથી પૃથ્વી પર એવી કોઈપણ સમૃદ્ધિ નથી કે તેને પ્રાપ્ત ન
થાય.
તથાગત બુદ્ધ કહે છે કે- દુઃખના મૂળને છેદવા માટે બ્રહ્મચર્યનું પાલન જરૂરી છે.
|| ૧૬9 ||