________________
મેં વાંચ્યું તમે પણ વાંચો ગર્ભપાત – દેશ-વિદેશમાં
- શ્રી ચીમનલાલ એમ. શાહ વર્તમાનપત્રના એક ખુણામાં એક નાનકડા કોલમમાં છપાયેલા સમાચાર વાંચવામાં આવ્યાં. ભાગ્યે જ કોઈની નજર પડે એવી રીતે છપાયા હતા છતાં તે આપણને ચીમકી આપનાર હતા ઉપર નાનું હેડીંગ હતું “ગાદીત્યાગ અને નીચે સમાચાર હતા કેબેજીયમના રાજવી મી.બોદુઈએ ગાદી ત્યાગ કર્યો હતો કારણ કે ગર્ભપાતના કાયદા ઉપર સહી કરવા એમના આત્માનો અવાજ તૈયાર નહોતો. આવી એકાએક ઊભી થએલી બંધારણીય કટોકટીના ઉકેલ માટે પ્રધાનમંડળની બેઠક રાતભર ચાલી હતી. રાજવીની જાહેરાત પછી પ્રધાનમંડળે રાજવીની સત્તાઓ લઈ ને ગર્ભપાતનો કાયદો પસાર કર્યો હતો.
બેજીયમ યુરોપનો દેશ છે. વિકસિત છે. હીરાના વ્યાપાર માટે પ્રખ્યાત છે. પશ્ચિમના આ દેશમાં ગર્ભપાતનો કાયદો નહિ હોય એમ જણાય છે. પ્રધાનમંડળે ગર્ભપાતનો કાયદો પસાર કર્યા પછી રાજવીની સહી માટે આવ્યો. રાજવી પોતે આ કાયદા પર સહી કરવા ઈચ્છતા ન હતા. તેમની ઈચ્છા ન હતી કે આ કાયદો પસાર થાય. તેમની પોતાની સમ્મતિ આપવી ન હતી તેથી ગાદી ત્યાગ કર્યો. પોતાની રાજવી તરીકેની પદવીનો ત્યાગ કર્યો કેટલો મોટો ભોગ? ગર્ભપાતને એ કેવું સમજતા હોય ત્યારે ગાદી ત્યાગ કરે? પછી ભલે પ્રધાનમંડળ તેમને ફરી ગાદી આપે પણ આ પ્રશ્ન ઉપર પોતે કેટલા મક્કમ રહ્યા તે વિચારવાનું છે. તે માટે તેમને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. પશ્ચિમની હવામાં, સમુદ્ર દેશના રાજવીમાં કેવી માનવ દયાની ભાવના છે. અને ગર્ભસ્થ શીશુની બચાવવાની કરૂણા છે.તેઆઉપરથી પ્રતીત તાય છે. આપણને આ સમાચાર જાગ્રત કરનાર છે.
આપણા દેશમાં થોડા વર્ષો અગાઉ“ગર્ભપાત”એ ગુનો ગણાતો હતો, પાપ ગણાતું હતું અને કલંક પણ મનાતું હતું. જે લોકો ગર્ભપાત કરતા હતા
|| ૧૬ ||