________________
મેંવાંચ્યું તમે પણ વાંચો જીવડાવાળો અલગ-અલગ પ્રકારનો લોટ અને સડેલું અનાજ નિર્દોષ જગ્યાએ પરવાને બદલે આસપાસની દુકાને વેચાવા ગયેલું ત્યાં જેને ખબર હતી તેણે નખરીદ્યું તો બીજી બજારોમાં વેચાવા પાર્સલ થઈ ગયું. આ બધી બાબતો પર અધિકારીઓએ આંખ આડા કાન કર્યા.આ બધાઠગ ભગતોને કેવા કહેવા?” બાકી હવે ઉહાપોહને લીધે અધિકરીઓને અનાજ સંગ્રહ કરવાની “ના”પાડી દીધી છે અને રસોડાના સ્ટાફને બદલી દીધો છે. જાગૃતિ સારી આવી છે અને રસોડાનાં કાયદા કાનૂન કડક થઈ ગયા છે. લાગે છે કે હવે જીવોનીયત્ના સારી થશે.
“ચાલો, જાગ્યા ત્યારથી સવાર”એમ કહીને મેં મન મનાવ્યું. પણ પ્રિય વાચકો, આ પ્રસંગ બાદ જ્યાં જ્યાં હું આયંબિલખાતાનાં બોર્ડ વાંચુ છું ત્યારે એક જ પ્રશ્ન ફરી ફરીને મનમાં ઉઠે છે, કે “એકાસણા અને ઉપવાસથી યે આયંબિલ કરીને વધુ પૂણ્ય કમાવાનાં શુભ હેતુસર આવનાર લોકો અહીં પણ પેલા આયંબિલ ખાતાની જેમ છેતરાતા તો નહીં હોયને? પૂણ્ય બાંધવાને બદલે પાપનાં ભાગીદાર તો નહીં બનતા હોય ને? અને હા, લાખોનાં દાન કરનાર ઉદાર દિલદાતાઓનાંદાનની ગંગા,પ્રવાહ બદલીને નર્કની વૈતરણી તરફતો નહીંજતી હોયને?ઠેરઠેર જૈન મહિલા મંડળો સ્થપાયાછે, બે બહેનો અઠવાડીયે એકદિવસ આંબિલનાં રસોડાનું ચેકીંગ કરવા મદદનકરી શકે?
જૈનપ્રકાશ ૨૦/૦૧/૧૯૯૨ પેજ-૧૭,
(સત્યઘટનાનાં આધારે) (મહારાજની ગોચરીમાં આયંબિલખાતામાંથી જીવાતવાળો આહાર આવી ગયો છે. – સંપાદક)
આ લેખ તકેદારી –ાખવા-ખાવવા માટે છે, નિંદા માટે નથી.
O) 9r |ી.