________________
66.
મેં વાંચ્યુ તમે પણ વાંચો ચક્કીવાળો એમ માનશે નહીં...!મનોમન મેં બડબડાડ કર્યો આ રીતે જૈન મંદિરમાંથી શું અવાર-નવાર જીવડાવાળા ઘઉં દળાવા આવે છે ?' મેં કુતુહલવશ પૂછયું. “હા, એવું તો ચાલ્યા કરે. એ લોકો તે મારા બહુ જુના અને મોટા ઘરાક છે. કેટલીય જાતના અનાજ ત્યાંથી ડબ્બાનાં ડબ્બા ભરીને દળાવવા આજ ચક્કીમાં આવે છે.’’એણે ગૌરવ લેતાં કહ્યું.
મ
“પણ, તું મંદિરનાં મહેતાજીને આ જીવડાવાળા અનાજની ફરિયાદ કેમ નથી કરતો ?’’ મેં કહ્યું. “બહેન, ફરિયાદ કરું ને તો તો ત્યાંનો રસોયો ને કામવાળો અનાજ બીજી ચક્કીમાં જ મોકલતો થઈ જાય મારે મોટો ઘરાક જાય એ કેમ પોસાય ? ચક્કીવાળાએ પોતાની મુશ્કેલી રજુ કરી.
મનોમન હું મંદિરનાં બેદ૨કા૨ અધિકારીઓ પર સમસમી ગઈ ! “હવે શું કરવું” તે ઘડીભર નક્કી ન કરી શકી. મારા સાફ સુથરા ઘઉં તો ડબ્બો છોડીને જાઉં ને પાછી આવા સડેલા ઘઉં પર મારા સારા ઘઉં તરત દળાઈ જાય અથવા બદલાઈ જાય કે ઓછા થઈ જાય તે પણ પાલવે એમ ન હતું. બીજી ચક્કીઓમાં પણ સડેલું અનાજ નહીં દળાતું હોય એની કોઈ ખાત્રી નહોતી.
દળાઈ રહેલા સડેલા ઘઉંમાંથી થોડાક જીવોને પણ જો બચાવી શકું કે એને પ્રત્યક્ષ બતાડીને જૈન મંદિરનાં અધિકારીઓની આંખ ખોલી શકું તો આજનો દિવસ મારો કંઈક સાર્થક ગણાશે એમ મનમાં વિચારો આવતા હતા. દરવાજા પાસે ઊભી રહીને ત્યાંથી કોઈ જૈનભાઈ કે ઓળખીતા બેન પસાર થાય તો, મારો હેતુ સફળ થાય એ આશાએ હું ચુપચાપ પ્રતિક્ષા કરવા લાગી.
મારી પ્રાર્થના જાણે ઈશ્વરે સાંભળી હોય તેમ મારા વડીલ મિત્રસમા ને ધાર્મિકવૃત્તિનાં રંજનબેન થોડીવારે સામી ફુટપાથ પરથી પસાર થતા દેખાયા. મારા જીવમાં જીવ આવ્યો. મેં દોડીને એમનો હાથ પકડીને ચક્કી તરફ દોર્યા ને જૈન મંદિરનાં અંધેરનું પ્રત્યક્ષ દર્શન કરાવ્યું. એમનાં મોંમાંથી પણ અરેરાટી છૂટી ગઈ ! તરત જ ક્ષણનોય વિલંબ કર્યા વગર એ જૈન મંદિરમાં દોડ્યા.
|| ૧૬૬ ||