________________
મેં વાંચ્યું તમે પણ વાંચો તેઓ ચોરી છુપીથી બહાર લોકો જાણે નહિ તેમ કરતા જ્યારે વસ્તીવધારાના સંદર્ભમાં ગર્ભપાત કાયદેસર કરવાની પ્રસ્તાવના આવી ત્યારે ખરેખર ધાર્મિક સંસ્થાઓએ તેનો પૂરજોશથી વિરોધ કરવો જોઈતો હતો પણ નછૂટકે કહેવું પડે છે કે આપણી ધર્મ સંસ્થાઓ પોતાના વિધિ વિધાનોમાં, ઉત્સવોમાં એટલી ઓતપ્રોત રહે છે કે આવા મહત્ત્વના પ્રશ્નોની ઉપેક્ષા સેવે છે. સૌ કોઈ જાણે છે કે ગર્ભપાત એટલે અપરિપક્વ બાળકની હત્યા. જૈન દૃષ્ટિએ પંચેન્દ્રિય મનુષ્યની હત્યા.જો જૈન સમાજે ધાર્યું હોત તો બીજા ધર્મોની સાથે મળીને આ કાયદો થતા પહેલા જોરશોરથી વિરોધ કર્યો હોત અને તાત્કાલીક કાયદો થતો અટકાવ્યો હોત.એમ બન્યું નહિ અને તે સહેલાઈથી કાયદો બની ગયો. હજુ યુરોપના ઘણા દેશોમાં ગર્ભપાત કાયદેસર નથી. તેથી ગર્ભપાત કરાવવા માટે એક દેશના માણસો બીજા દેશમાં જાય છે. જેઓ રોમન કેથોલીક ધર્મ પાળે છે તેવા ડૉકટરો, નર્સો ગર્ભપાતના ઓપરેશન કરતા નથી. પોતાની નોકરી જતી હોય તો જવા દે છે પણ સિદ્ધાંતને વળગી રહે છે.
કાયદો બન્યો તેથી ગર્ભપાતનું પાપ ઓછું થઈ જતુંનથી. ફક્ત એટલું જ કે સરકાર તે માટે છૂટ આપે છે. દરેક સમાજ યા ધર્મધારે તો પોતાના ધર્મના સિદ્ધાંતોની રૂએ પોતાના સમાજને તે અપનાવતા અટકાવી શકે. જૈન સમાજમાં અટકાયત થવી જોઈતી હતી પણ તેમ બન્યું નહિ તેથી જૈન સંઘના લોકો ગર્ભપાત કરાવવા લાગ્યા છે.અલબત્તપૂજ્ય સાધુ-સાધ્વીજીઓ ઉપદેશ આપે છે. પણ જોઈએ તેવી જોરદાર ઝુંબેશ નથી. ગર્ભપાતનું કૃત્ય એક માસુમ બાળકનું ખૂન કરવા બરાબર છે, પંચેન્દ્રિયની વાત છે, તેથી તે ન જ થાય એ માટે કેટલાક બીનઅનુભવી લોકો એમ સમજાવે છે કે જીવનો સંચાર ગર્ભમાં અમુક અઠવાડિયા પછી થાય છે. ખરેખર તો ગર્ભાધાનના દિવસે જ જીવનો પ્રવેશ થાય છે. મોટુ પાપ માનીને તેના દરેક યુવકવર્ગને પ્રત્યાખ્યાન કરાવવા જોઈએ.
તબીબી વિજ્ઞાન-વ્યવસાયના નિયમો પ્રમાણે ગર્ભપાત કરી શકાય
|| ૧૬૦ ||