________________
મેં વાંચ્યું તમે પણ વાંચો જીવોત્પત્તિ પણ થતી નથી.
સાધુ-સાધ્વી અગ્નિકાયનો ઉપયોગ કરતાં નથી, એથી એમને ગેસ, કેરોસીન, પેટ્રોલ, વીજળી વગેરેનો ઉપયોગ પણ કરવાનો હોતો નથી અને રસોઈ પણ કરવાની હોતી નથી, તેથી ઉપાશ્રયમાં આગ લાગવાના બનાવો બનવાની સંભાવના રહેતી નથી. એ કારણથી ઉપાશ્રયની આસપાસમાં વસનારા લોકોના જાનમાલની સલામતી રહે છે. તેમને ઉપાશ્રય તરફથી આગનો જરા પણ ભય રહેતો નથી અને રસોઈ-નિમિત્તક કોઈ ઉપદ્રવ પણ થતો નથી. ઉપાશ્રયને બદલે કારખાનાં વગેરે હોય તો આસપાસવાળાને આગનો ભય અને બીજી તકલીફો કેટલી રહે એ પણ વિચારણીય બાબત છે.
સાધુ-સાધ્વી સચિત્ત (જીવવાળી વસ્તુ)ના ત્યાગી હોવાથી એમને શાકભાજી-ફળ વગેરે લાવવાનું હોતું નથી, એઓ લીલા-સૂકા દાતણનો ઉપયોગ પણ કરતાં નથી, તેથી એ નિમિત્તનો છાલ-ગોટલા-દાતણની ચીર વગેરેનો કચરો પણ ઉપાશ્રયની આસ-પાસમાં ક્યાંય પડતો નથી. એમને બજાર માંથી કોઈ પણ ચીજ ખરીદીને લાવવાની હોતી નથી, તેથી એ સંબંધી કાગળ, પ્લાસ્ટિકની કોથળીઓ, પૂંઠાના કપ, નાસ્તાની રકાબીઓ, બરફની સળી વગેરેની કોઈ પણ જાતનો કચરો પણ એમના દ્વારા ઉપાશ્રયની આસપાસમાં પડતો નથી. અત્યંત સંયમી જીવનને કારણે એમના જીવનમાં કચરાનો સદંતર અભાવ હોય છે. એઓ ઓછામાં ઓછી જરૂરિયાતથી જીવે છે, જરૂરી વસ્તુઓની વપરાશ પણ જેમ બને તેમ ઓછો કરે છે. વપરાઈને નકામી બનેલી વસ્તુઓનો ત્યાગ ગામની બહાર નિર્જન ને નિર્જીવ ભૂમિ ઉપર કરે છે, તેથી એમના દ્વારા ગંદકી થતી નથી, ઉકરડો થતો નથી, રોગચાળો ફેલાતો નથી, એમની આસપાસ્માં વસનારા કોઈનેય કોઈ પણ જાતનો અનર્થ કે ઉપદ્રવ થતો નથી.
સાધુ-સાધ્વી ફટાકડા ફોડતાં નથી, તેથી એ અંગેનો કાગળનો કચરો પડતો નથી અને બાળક, બીમાર માણસો વગેરેને ધડાકાના અવાજનો ઉપદ્રવ
|| ૬૧ ||