________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
છૂટાછવાયા થઈને ૩૦-૪૦જમણવારોમાં ચોખ્ખા ઘી, ગોળ અને મીઠાઈનું પોષણ એટલું મળી રહે કે બાકીના દિવસો કદાચ લુખ્ખા રોટલા અને મરચાંથી ચલાવવું પડે તો પણ અપોષણની બીમારીના ભોગ બનવું ન પડે. વળી પાછું, જમણવારની પંગતમાં કરોડપતિ શ્રીમંત અને તેનો મહેતાજી બંને બાજુમાં બેસીને જમે એટલે સાધર્મિક તરીકે એનું ગૌરવ અકબંધ રહે. તમારા ફંડફાળા અને ટીપ-ટપોરાંમાં તો સાધર્મિકની ભક્તિ નહિ, કમબખ્તી કરી નાખવામાં આવે છે. ગરીબ સાધર્મિકોને આવકના ધોરણે રેશનિંગ કાર્ડ આપીને દર મહિને સસ્તા દરે અનાજ, તેલ અને ઘી વહેંચવામાં એની ગરીબાઈનું ભાન સતત જાગ્રત રાખવામાં આવે છે. જ્યારે પ્રસંગે થતી તાંબા-પિત્તળનાં વાસણોની લહાણી તો શ્રીમંત કે ગરીબ સૌના ઘેર જતી હોવાથી તેના સ્વમાનને જરા સરખીયે ઠેસ પહોંચતી નથી. આજે પણ મારવાડમાં જીવતી આ લહાણી પ્રથાના પુણ્યે તો સામાન્ય માણસને ઘરવખરીનો પાઈ પૈસો પણ ખર્ચવો પડતો નથી. જમણવારો અને લહાણીના રસ્તે શ્રીમંતોનો પૈસો સ્વેચ્છાએ ગરીબોના પેટ અને ઘર સુધી જતો. તમારા નેહરુના બનાવટી સમાજવાદ કરતા ભગવાન મહાવીરનો આ સ્વૈચ્છિક સમાજવાદ લાખ ગણો બહેતર હતો. તેમાં ગરીબ ઓશિયાળો નહોતો બનતો અને આપનારો અભિમાની નહોતો બનતો.
પરંતુ આજે તો જમણવારો અને નવકારશીનું નામ પડે ત્યાં કેટલાકને તાવ આવી જાય છે. સાધર્મિક વાત્સલ્યો સામે ઝેર ઓકતી તેમની કલમોમાં તમને વીંછીના ડંખની વેદનાનાં દર્શન થશે. (એમના અંગ્રેજ સાહેબોએ હિંદુસ્તાની સમાજ વ્યવસ્થાની જમણવારોની પ્રથા સામે નાક મચકોડ્યું હતું એટલે તેમણે પણ મચકોડવું જ પડે એ ઢાળ.) એ લોકોને જમણવારોમાં પૈસાનો ધુમાડો દેખાય છે. એક માણસ એકલપેટો થઈ ઘરના ખૂણે પેટ ભરવાના બદલે પોતાના સમાનશીલ વ્યક્તિઓના સમૂહને જમાડી સાથે જમે તેનું નામ ધનનો ધુમાડો? જમણવાર તો અમારૂં સોશિયલાઈઝેશનનું પ્રતીક, સોશિયલ સેન્ટર હતું. હિન્દુસ્તાનીઓ જ્યારે કલબો અને જિમખાનાઓના રવાડે નહોતા ચડ્યા ત્યારે આવા ધાર્મિક-સામાજિક પ્રસંગો તેમને પરસ્પર || ૧૭૩ ||