________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
માર્ગ બતાવો, પંડિતજી !
-ઈશ્વરી.
ઈશ્વરી, તને ભલે ખોટું લાગે પણ પ્રારંભમાં જ તને એક વાત કહી દઉં કે, જુવાનીના ઘેનમાં તું કંટક અને કુસુમની પરખ કરવાની ક્ષમતા ગુમાવી બેઠી છે !ઈશ્વરી, મારે તને કહેવું છે કે આમાં જેટલો દોષ રાહુલનો છે, એટલો જ દોષ તારો પણ છે. કોઈ યુવાન ગમી જાય, મનને ભાવી જાય એટલે તેના ચરણે બેશરમ બનીને સર્વસ્વ સમર્પિત કરતાં પહેલાં સો વાર વિચાર કરવો જોઈએ. પણ તું વિચાર કરી શકી નથી ! કારણ ? યૌવનના ધસમસતા પ્રવાહ, બેકાબૂ બનેલા આવેગો અને દૈહિક આવેશોએ તને બક્ષેલું અંધત્વ... અલબત્ત, વૈચારિક અંધત્વ...!
અને એના કારણે તું વિચાર વિહોણું મૂર્ખતાપૂર્ણ પગલું ભરી બેઠી છે. તારા શીલને તે એક સ્ત્રીભૂખ્યા નરાધમ સમક્ષ લૂંટાવી દીધું છે. અસ્મતની રક્ષા કાજે તો સ્ત્રી રણચંડી પણ બને છે. જ્યારે તું ? રાહુલે મિત્રના મેળાપીપણાથી તેના ઘરમાં બિછાવેલી જાળમાં ફસાઈ ગઈ !ફોન આવ્યો ને મિત્ર જતો રહ્યોએ તો અગાઉથી નક્કી કરેલું નાટક જ હતું. પણ તું એટલી ભોળી અને સમજણનાં દ્વાર બંધ કરીને બેઠેલી છે કે તું રાહુલના એ નાટકને સમજી જ ન શકી ! આને તું સાચો પ્રેમ કહે છે. ગાંડી ?પ્રેમ નથી, આ તો તારું ગાંડપણ છે... તારું ભોળપણ છે, તારી મૂર્ખતા છે... જે કોઈપણ કુંવારી યુવતી કયારેય ન કરે, એવું અવિચારી કર્મ તું કરી બેઠી છે ! સાચી વાત તો એ છે કે રાહુલના દિલમાં પ્રેમ જેવી કોઈ ચીજ જ નથી. એ તો જુદા જુદાં રૂપાળાં અને ખુશ્બદાર ફૂલોનો રસ ચૂસવાનો શોખીન ભ્રમર છે... ને એની આ ભ્રમર વૃત્તિનો શિકાર તું બની ગઈ. ઈશ્વરી ! તારો નંબર ક્યો હશે એ તો માત્ર રાહુલ જ જાણે ! તે રોમા સાથે પ્રેમનો ખેલ કરતા એ ચારિત્ર્યહીનને જોઈ લીધો ને એની નફ્ફટાઈ પછી તે એને છોડી દીધો છતાં તું કહે છે કે હું તેને સાચો પ્રેમ કરું છું. ને તેને ભૂલી શકું તેમ નથી ! તું હજીય સચ્ચાઈને પારખી શકી નથી અને ભ્રમણાનું જાળુ રચી
|| ૧૬૦ ||