________________
મેં વાંચ્યું તમે પણ વાંચો રહી છે. બીજીવાર તને મળ્યો તે પણ તેના નાટકનો બીજો અંક જ છે બનાવટ કરી રહ્યો છે તે એના નકલી નાટકથી તું બચી જા, ઈશ્વરી!
એ માફી માગે છે, એનાટક છે એ મગરના આંસુ સારે છે, એનાટક છે.એ પુનઃ પ્રેમ પંથે ડગલાં માંડવાનું કહે છે, એય નાટક છે. ફરી તું ફસાઈશ, ઈશ્વરી, તો તું ક્યારેય નહિ બચી શકે!
ભૂલી તો સાચા પ્રેમીને ન શકાય! આ તો નાટકબાજ છે. આવાં તો અનેક નાટકો એણે કર્યા હશે. ને બીજી વાત સાંભળી લે, છોકરી!એણે તારો શીલ ભંગ કર્યો છે. ખેર, જે થવાનું હતું તે થઈ ગયું તે અનેક છોકરીઓના સંર્પકમાં આવ્યો હશે. એટલે કદાચ યૌન રોગનો ભોગ પણ બન્યોહોય!તું ગુપ્ત રીતે ડૉકટરી તપાસ કરાવી લેજેને હવે પછી તારા દિલો-દિમાગમાંથી રાહુલનું નામ કાઢી નાખ. એને યાદ કરવાની વાત તારી મોટામાં મોટી મૂર્ખાઈ હશે... તું સાચો માર્ગ પકડી લે ને કોઈ યોગ્ય યુવાન સાથે મા-બાપને સાથે રાખીને પ્રભુતામાં પગલાં માંડી લે. પણ એક વાત યાદ રાખજે, છોકરી કે તારા પતિ સમક્ષ ભૂતકાળની આ અણગમતી ઘટનાને કયારેય પ્રગટ ન કરતી.
-યુવા ગુજરાત તા. ૨૦/૦૬/૨૦૧૨.
ચારિત્રના પંથે જનાર મુમુક્ષુ કુમાર અને કુમારિકાના હૈયામાં પોતાના ફોટાને જાહેરમાં, પત્રિકાઓમાં મુકવામાં ઘેલછા ન જ હોવી જોઈએ. પણ આજે આ પ્રથા ખુબ-ખુબ વીક્સી છે. એમાં પણ દીક્ષાર્થિનિઓના ફોટા લેટેસ્ટ ફેશનેબલ પોજીશન છપાવીને રોડ પર લગાડવામાં આવે છે. તેથી કેટલા આત્માઓને વિકારનું પોષણ થાય છે. તે પાપ તે ફોટાવાળીને ફાળે પણ જાય છે. ચતુર્વિધ સંઘ વિચારે..
-સંપાદક
|| ૧૧||