________________
મેં વાંચ્યું તમે પણ વાંચો આવા મૂર્ખ માણસોને સુધારવા તે અતિ કપરું કાર્ય છે. સીગ્નલ લાઈટ ટ્રાફિકને વ્યસ્થિત રાખવા માટે છે પરંતુ જે વ્યક્તિઓ પોલીસની હાજરીમાં જ સીગ્નલને નકામા ગણી વાહનો ચલાવવામાં બહાદુરી સમજતા હોય ત્યાં ટ્રાફિક પોલીસનો વાંક કાઢવો તેમાં કેટલું ડહાપણ છે?એવી વ્યક્તિઓ જ્યારે પોલીસ હાજર નથી હોતી ત્યારે કેવી રીતે વર્તે છે તેનો આપણને સૌને અનુભવ છે. અમદાવાદના સી.જી.રોડની ડીઝાઈન ટ્રાફિક સરળતાથી થાય તે માટે કરેલી છે પરંતુ જ્યારે નો પાર્કિંગહોવાછતાં રીક્ષા, કાર, બાઈક વગેરે પાર્ક કરવામાં આવે અને થોડું ચાલવું પડે અથવા પાર્કિંગના રૂપિયા બચાવવા માટે આડેધડ પાર્કિંગ કરવામાં આવે અને ગીચતા વધારવામાં આવે એમાં ટ્રાફિક પોલીસનો કેટલો વાંક? જ્યારે પોલીસ આવાં વાહનોને ટો કરી જાય છે ત્યારે પ્રજા જ વિરોધ કરે છે. પોલીસ સખત પગલાં ભરે તો પણ પ્રજાને વાંધો, પોલીસનરમ બને તો પણ પ્રજાને વાંધો. આવા સમયે લોકશાહી માટે આપણે કેટલા લાયક છીએ તેનો વિચાર કરવાનો સમય આવી ગયો છે.
આપણે ઘરને ચોખ્ખાં રાખવાં અને પબ્લીકપ્લેસમાં ગંદકી કરવી તેને નિયમ માની ઘણા લોકો વર્તતા હોય છે. આપણે ઘરના ખૂણા પાનખાઈ થંકથી લાલ કરતા નથી પણ સરકારી ઓફિસોના ખૂણા, લીફટની ભીંતો ઉપર ફ્લેટના દાદરના ખૂણાઓને ઘૂંકીને લાલ રંગના કરી નાંખવામાં કોઈ શરમ અનુભવતા નથી.ખુલ્લામાં લઘુશંકાએ જઈ રોડ ગંદા કરવામાં આપણે નાનમ અનુભવતા નથી. કોઈ કહેશે કે કુદરતી આવેગને રોકી કેવી રીતે શકાય? તેને માટે સગવડો તો હોવી જોઈએને? સગવડો શક્ય છે પણ જેમ બીજા દેશોમાં જાહેર શૌચાલયોમાં પૈસા આપવા પડે છે તેવી આપણા લોકોમાં પૈસા આપવાની તૈયારી છે?
ભારતનો માનવી પરદેશમાં જઈ ત્યાં કુદરતી આવેગોને રોકી ચોખ્ખાઈ રાખી શકે છે તેજ દેશમાં આવી પરદેશની ચોખ્ખાઈની વાતો રોડ ઉપર મૂત્રદાન કરતાં કરતાં કરતો હોય છે.
'
||
૩ ||