________________
મેં વાંચ્યું તમે પણ વાંચો શિસ્ત, મહેનત અને સમાજલક્ષી
અભિગમ તમારા ફાયદામાં છે દેશમાં સર્જાતી કોઈ પણ મુશ્કેલી અથવા ગેરવહીવટ માટે પ્રજા માટે ભાગે કેન્દ્ર સરકારને, રાજ્ય સરકારને અથવા શહેરની સેવા સંસ્થાને દોષ આપતી હોય છે. ટ્રાફિકના પ્રશ્ન માટે પોલીસને દોષ આપતી હોય છે પરંતુ જો આપણે પ્રમાણિકતાપણે વિચારીએ તો આપણે પ્રજાજનો પણ મુશ્કેલીઓ સર્જવામાં સૌથી મોટો ભાગ ભજવીએ છીએ. અભણ પ્રજાને જવાદો, પણ ભણેલી પ્રજા પણ જ્યારે ગેરશિસ્ત આચરી પ્રશ્નો ઊભા કરે ત્યારે સરકારને દોષ દેવો વ્યાજબી નથી.
સામાજિક પ્રશ્નો ઉપરના એક ટી.વી. પ્રોગ્રામમાં એક અંધજને સત્ય કહ્યું કે રસ્તા ઉપર કેળાની છાલ ફેંકનાર માણસને કારણે કોઈ અંધતે કેળાની છાલને કારણે પડે અને ઘાયલ થાય તેમાં સરકારનો શો વાંક? બસની અંદર અપંગ માનવોની જગ્યાઓ ઉપર બેસનાર વ્યક્તિ અપંગ મુસાફરી માટે જગ્યા ખાલી કરી ના આપે તેમાં સરકારનો શો વાંક? કરોડો માનવ માટે કરોડો પોલીસ રાખી ના શકાય. શું રોડને ગંદા કરતી ગાયો-ભેંસો માટે પોલીસ જવાબદાર છે?
પાનના ગલ્લા ઉપર રોડ પરના ટ્રાફિકને અડચણ થાય તે રીતે કાર પાર્કકરનારને એ વાતનો ખ્યાલ નથી રહેતો કે તેના કારણે ઘણા વાહનોની ગતિ તૂટી જાય છે અને પેટ્રોલનો ખોટો ખર્ચ વધે છે. ટ્રાફિકમાં ગીચતા થાય છે. તેને એમ છે કે હું તો પાંચ મિનિટ જ ઊભા રહેવાનો છું. પણ ત્યાં દર પાંચ મિનિટે આવા મૂરખ લોકો આવીને ઊભા રહેતા હોય છે. આપણે આપણા સ્વાર્થ ખાતર શિસ્તભંગ કરી સરકારને દોષ દેવાનું ચુકતા નથી. ચાર રસ્તા ઉપર જમણી બાજુ જવા માંગતી વ્યક્તિ છેક ડાબી બાજુ ઉભા રહે છે અને પછી જમણી બાજુ જવા બેથી ત્રણ લાઈનમાં જતાં વાહનોને ખોટી કરે છે. અહીં પોલીસનો શું વાંક છે?દરેક ચાર રસ્તા ઉપર ૧૦પોલીસ ઊભા રાખો તો પણ
| ૧૨ ||