________________
મેં વાંચ્યું તમે પણ વાંચો વિવિધ રૂપાળા ખુબુદાર ફૂલોનો રસ ચૂસવાનો
શોખીન ભમરબાન્ડ યુવાન ત્યજેલી યુવતીને પુનઃ પ્રેમ પંથે ડગલાં માંડવા આજીજી કરે છે... પંડિતજી,
મારું નામ ઈશ્વરી છે. હું બાવીસ વર્ષની ગ્રેજ્યુએટ થયેલી યુવતી છું. હું એક પ્રાઈવેટ કંપનીમાં સર્વિસ કરું છું. આમ તો કંપનીમાં ત્રીસેક કર્મચારીઓ છે, પણ સૌને પોતપોતાના કામ સાથે નિસ્બત. ટાઈમ થાય એટલે ઘેર જવા ઉતાવળા બને.
આ કર્મચારીગણમાં રાહુલ પણ સર્વિસ કરે છે... તે હેડકલાર્ક છે, પણ મારે એના હોદા કે પગાર સાથે કોઈ જ નિસ્બત નથી...પણ પંડિતજી, મને નિસ્બત છે તેની માદકઆંખો, ગમી જાય તેવી હાઈટબોડી અને સ્માર્ટનેસ સાથે પ્રથમ દિવસે મેં તેને જોયો ત્યારથી જ તે મને ગમી ગયો હતો. મારી નજર સતત એનો પીછો કરતી હતી ને મને લાગ્યું કે એ પણ મને તીરછી નજરે જોયા કરે છે. હું પણ કોઈ યુવાનને ગમી જાઉં એટલી રૂપાળી છું.
છેવટે એજ થયું,જે થવાનું હતું...અમે બંને એક-મેકને ચાહવા લાગી ગયાં... સાંજે છૂટયા પછી તેમને તેની બાઈક ઉપર બેસાડતો, ને હું તેને બેઉ હાથ વડે ભીંસી દઈને તેની પાછળ બેસી જતી. તેમને મારી સોસાયટી સુધી મૂકી જતોને સવારે દસ વાગે તેમને ઘર નજીકના સ્ટેન્ડ પર લેવા પણ આવતો. અમે બિન્ધાસ્ત હરતાં-ફરતાં... એકાંતમાં પણ મળતાં. એકવાર તેમને તેના મિત્રને ત્યાં લઈ ગયો હતો. મિત્ર કોઈનો ફોન આવતાં બહાર જતો રહ્યો હતો. ને અમે બંને એ કલાકો સુધી એકાંત માણ્યું હતું. તમારાથી નહિ છુપાવું. પંડિતજી !તે દિવસે અમે તમામ મર્યાદાઓ તોડી નાખી હતી.થોડાકદિવસતો સારુંચાલ્યું.પણ એકદિવસે રજા હોઈ હું મારા મામાને ત્યાં રિક્ષામાં જઈ રહી
| ૧૭g ||