________________
મેં વાંચ્યુ તમે પણ વાંચો
તટસ્થ અને ન્યાયી વિચારણા કરી આજના સંદર્ભમાં પણ જરૂરી નિયમોના પાલનનો આગ્રહ રાખવામાં આવે તો જૈન સમાજને ખુબ જ ઉપયોગી થાય તેમ લાગે છે. નૈતિક હિંમતપૂર્વક શ્રાવક સમાજ ચતુર્વિધ સંઘના ઉત્કર્ષ માટેની આચાર-સંહિતાનું પાલન કરે-કરાવે તે આજની માંગ છે તેમ કહીએ તો અસ્થાને નહીં લાગે.
અખિલ ભારતીય સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ પાસે જો કોઈ પણ મહત્ત્વમાં મહત્ત્વનું અને અગત્યનું કામ હોય તે આ નવનિયમો અત્યારે લાગુ કરાવવા પ્રયત્નશીલ થવું અને તે અંગે જે પગલાં લેવાં ઘટે તે લેવા એજ રહેલું છે.
– સુજ્ઞેસુ કિ બહુના (જૈન પ્રકાશ ૨૦-૧-૧૯૯૨)
નવધા ભક્તિ (૧) શ્રવણ ભક્તિ, (૨) કિર્તન ભક્તિ, (૩) સ્મરણ ભક્તિ, (૪) અર્ચન ભક્તિ, (૫) પાદ સેવન ભક્તિ, (૬) વંદન ભક્તિ, (૭) દાસ્ય ભક્તિ, (૮) સખ્ય ભક્તિ, (૯) આત્મ નિવેદન ભક્તિ.
આજે એ પુનઃ સમય આવવા લાગ્યો છે કે પરિમિત સંખ્યામાં રહેલા જૈન સાધુ–સાલ્વિયોનું સંઘ સૂત્ર અહંતા, મમતા, અસહનશીલતા અને પોકળધર્મના નામે ચાલતી પારસ્પરિક ઈર્ષ્યાને લીધે ભિન્ન-ભિન્ન, અસ્ત-વ્યસ્ત અને પાંગલું બની ગયું છે.
-બૃહત્કલ્પ સૂત્ર પ્રાંસગિક કથન પેજ નં.-૯૪
|| ૧૭૭ ||