________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
સ્પષ્ટ હોવું જ જોઈએ. આ લેખનો પ્રયત્ન પર્યુષણના દિવસોમાં સાધર્મિક વાત્સલ્યના બીજા કર્તવ્યના મિષે એ દર્શનની આગળ વળી ગયેલી ઝાંખપને દૂર કરવાનો છે.
-મુનિહિતરુચિવિજયજી પર્યુષણ પર્વ, વિક્રમ સંવત ૨૦૪૯
D
આપણે
ચા માર્ગે ?
ચતુર્વિધ સંઘની વર્તમાન પરિસ્થિતિ સંતોષજનક નથી એમ સહુને લાગે છે. સંઘોનાં પદાધિકારીઓ મળે, ત્યારે અનેક પ્રકારની વાતો થાય અને વર્તમાન પરિસ્થિતિ પરનો સપ્ત અણગમો વ્યક્ત કરે. પછી આગળ કોઈ કાર્યવાહી થતી નથી.
થોડા વખત પહેલા તા. ૧૬-૧-૯૧નાં ‘પ્રબુદ્ધ જીવન’માં‘અભિધાન રાજેન્દ્ર કોશ'નાં રચયિતા સ્વ. પૂ. શ્રી રાજેન્દ્ર સુરિજી મહારાજ સાહેબના જીવન પર એક લેખ પ્રકાશીત થયો છે. તેમાં તે વખતે સાધુ સાધ્વીઓનાં યતિજીવનમાં કેટલા દુષણો ઘુસી ગયાં તેનું વર્ણન છે. તે સામે પૂ. મહારાજ સાહેબે ઉગ્ર ઝુંબેશ ઉઠાવતા યતિઓ તરફથી શ્રી સમાધાનનાં પ્રયાસો શરૂ થયા. અનેક ચર્ચાઓ થતાં પૂ. શ્રી રાજેન્દ્રસૂરિજી મહારાજ સાહેબે યતિ જીવનની સુધારણા માટે નવ નિયમો તૈયાર કરી સમાજ સામે રાખ્યા હતાં. તે નિયમ રસપ્રદ હોવાથી નીચે ઉદ્ધૃત કરૂં છું.
(૧) સવારે અને સાંજે સંઘની સાથે જ પ્રતિક્રમણ કરવું. રોજ નિયમિત વ્યાખ્યાન આપવું. જિન મંદિરે દર્શન કરવા જતી વખતે કે અન્ય વખતે પાલખીનો ઉપયોગ ન કરવો. સોના ચાંદીના કોઈ ઘરેણાં ધાર્મિક અનુષ્ઠાનને નિમિત્તે પણ પહેરવા નહિ કે પાસે રાખવા નહિં. બન્ને સમયે સ્થાપનાજીનું પડિલેહન કરવું.
|| ૧૭′′ ||