________________
મેં વાંચ્યું તમે પણ વાંચો ઈન્ટર-એશનની એક સુંદર તક પૂરી પાડતા. એ ચોરાની કે ધર્મસ્થાનની ગરજ સારતા રોજિંદા સંસારી જીવનની ઘરેડમાંથી બહાર આવી બાળકો, બહેનો અને પુરુષો અહીં અરસ-પરસના જીવનમાંથી ધાર્મિકતાના પાઠ શીખતા. હા, એને બગાડ કે વેડફાટ જરૂર કહેવાય જો ફાઈવસ્ટાર હોટલોમાં યોજાતા સમારંભોની જેમ એમાં સવાસો રૂપિયાની ડિશમાંથી થોડુંક ચાખીને બાકીનું છોડી દેવાની ફેશન હોય. ઉલ્ટાનું અહીં તો જીભડીના ચટકાને ગણકાર્યા વગર શીરો અને ચોળા જેવી બે કે ત્રણ વસ્તુઓથી જ પેટ ભરીને અનાજનો એક દાણો પણ એઠો મૂકવામાં પાપ માનવામાં આવતું. અછત કે દુષ્કાળના સમયમાંય આવાજમણવારો ઉપર તો પ્રતિબંધ મૂકાવો જોઈએ, તેને પ્રોત્સાહન મળવું જોઈએ. એમાં તો લાર્જશ્કેલનો ઈકોનોમિનો બેનિફિટ મળે.જ્યાં સ્મોલ સ્કેલની જરૂર હોય ત્યાં લાર્જશ્કેલની અને જ્યાં લાર્જશ્કેલમાં ફાયદો હોય ત્યાં સ્મોલ સ્કેલની તરફદારી કરવામાં એમને મજા પડે છે.
રોટીનો પ્રશ્ન ઉકેલવામાં જમણવારોની અને પ્રભાવનાઓની મદદ મળતી, કપડાં તો જાતે કાંતીને ગામમાં જ વણાવી લેવાનાં રહેતા, ઘરવખરી લહાણીમાંથી મળી જતી અને છાપરું બાપદાદાનું ચાલ્યું આવતું. રોજ ઊઠીને ગામ બદલવાનું તો હતું જ નહિ. ચાલીનાં ભાડાં અને સસ્તા આવાસની યોજનાનો પ્રશ્ન તો એટલા માટે ઊભો થયો કે પરંપરાગત ધંધા ભાંગવાથી પહેલાં ગામ છોડીને નજીકના શહેરમાં પછી અમદાવાદ, સુરત તથા મુંબઈ જેવાં મહાનગરોમાં ઠલવાવું પડ્યું. કચ્છ, કાઠિયાવાડ કે ઉત્તર ગુજરાતના ગામડામાં રહેવાના ઘરનો સવાલ કયા સાધર્મિકને હતો? રોટી, કપડાં અને મકાનનો સવાલ આમ સહેલાઈથી પતી જતો હોવાથી પાંચ-પંદર રૂપરડીની મુફલિસ આવકમાંથી પણ તેમના બે પૈસા બચતા અને એબચેલા બે પૈસા સારા મા ખર્ચા જીવન સાર્થક કરતા.
અવળે પાટે ચડી ગયેલી જીવન વ્યવસ્થાની આખી ગાડીને સવળે પાટે ચડાવવાનું કામ અતિશય કપરું છે. વૈશ્વિક, સમષ્ટિગત સ્તરે એ પ્રશ્ન ઉકેલવાનો છે પણ થાગડ-થીંગડપ્રયત્નો કરતી વખતે પણ આપણું દર્શન'તો
| 9૭૪ ||