________________
મેં વાંચ્યું તમે પણ વાંચો ઉત્કર્ષનો સંતોષ માનવો.એ જાતને ઠગવા માટે ઠીક છે બાકી એનું કોઈ ઝાઝું મૂલ્ય નથી. સાધર્મિકોને ઝૂંપડપટ્ટીમાં ઠલનાર કો'કબીજું જ હોય અને વારતહેવારે દેરાસરોને અને નવકારશીઓને,ઉજમણાં અને ઉપધાનોને, સંઘો અને અઠ્ઠાઈ ઓચ્છવોને ગાળો ભાંડવામાં આવે એમાં તો નજરે ચઢ્યો એને ફાંસીએ ચડાવી દેવાનો ન્યાય છે. પેટ દુઃખતું હોય તો પેટનો દુખાવો મટાડનારી દવા કરવી જોઈએ, માથું કૂટવાથી તો ઉપરથી માથાનો દુખાવો ઘર ઘાલી જાય અને પેટ પેટને ઠેકાણે રહે. મેલેરિયાની દવાથી ટાઈફોઈડમટાડનારો કોઈ ડૉક્ટર હજી પૃથ્વીના પાટલે જમ્યો નથી. દુનિયાભરના તમામ દેરાસરોના દાગીના વેચી નાખો તથા ઉજમણાં, ઉપધાન, સંઘો અને અટ્ટાઈ-ઓચ્છવોને વીસ વર્ષની કેદની સજા ફટકારી દો તો પણ રોગના મૂળ કારણને દૂર કર્યા સિવાય સાધર્મિકની બેહાલી દૂર કરી શકાય એમ નથી. સાધર્મિકનું દુઃખ જોઈને આંખમાં આંસુ આવી જવા એ એક વાત છે અને તેનાં મૂળ કારણો જાણી તેને દૂર કરવાની દિશામાં લાંબાગાળાના પ્રયત્નો શરૂ કરવા એ બીજી વાત છે. જો આંસુ સારવાથી જ રોગ દૂર થઈ જતો હોય તો તો દુનિયાની તમામ હોસ્પિટલોમાં બહેનોને ડૉક્ટર બનાવી દેવામાં આવી હોત.
મારા ગુરુજી કે'તા કે એમના જમાનામાં મહિને પંદર રૂપિયાની વ્યાજની આવક ઉપર પણ વિધવાડોશીઓ મજેથી જીવન પૂરું કરતી. કારણ, વર્ષમાં ચાર મહિના તો જમણવાર ચાલતો હોય. કોકોદિલગનનું જમણ હોય તો કોકદિ મરણનું. આજે સંઘ નવકારશી હોય તો કાલે નાતનો જમણવાર હોય.મોટા પ્રસંગે ઝાંપે ચૂંદડી કે ધુમાડાબંધ હોય.જુનાડીસા સંઘના ૮૦વર્ષ જૂના ચોપડા હાથમાં આવ્યા ત્યારે ખબર પડી કે આજના જેવી પૈસાની છાકમછોળ એ જમાનામાં નહોતી. પણ દેરાસરની પ્રતિષ્ઠા વખતે ૨૧ દિવસ તો સવાર સાંજની નવકારશી થયેલ.એમાંયે વિધવાડોશીઓ તો જમણવારમાં જમવા જાય નહિ એટલે તેમના માટે ઘરે ભાણું આવે. ભાણું મોકલનાર પાછો એવો ઉદાર હોય કે મીઠાઈ બીજા બેદાડા ચાલે એટલી મૂકે. હવે કહો, એ ડોશીઓનો રસોડાખર્ચ કેટલો આવે?ગરીબમાં ગરીબ સાધર્મિકને પણ વર્ષમાં
| 9૭૨ ||