________________
મેં વાંચ્યું તમે પણ વાંચો શરાફીને વગોવી નાખવામાં આવી. કૂતરાને મારી નાખવા તેને હડકાયો જાહેર કરવો જરૂરી હતો. “સત્તર વંચા પંચાણુંના જૂઠ્ઠા પાઠ વહેતા મુકાયા. વિધવા ડોશીના ઘરેણા જબાનની સાખે સાચવનારા અને જરૂર પડયે અર્ધી રાતે પણ ગાંઠનાં નાણાં ધીરનાર શરાફોની સામે-પોતાના પૈસા ઉઠાવવા માટે પણ શનિવારની બપોરે મોડા પડ્યા હોઈએ તો સોમવારની સવારનો વાયદો આપનાર બેંકોને મજબૂત કરવા ઋણ રાહતધારાનો ઉપયોગ થયો. માથે દેવું હોય ત્યાં સુધી ભોજનમાં ચપટી ધૂળ નાખીને જમનાર દેશમાં દેવાળું એ કૂવો પૂરવાની નહીં, મજાકની વાત બની ગઈ. બધી રીતે સાણસામાં લેવાયેલો શાહુકાર ગામ છોડી જવા મજબૂર બન્યો. બાકીના જે અનાજ, કરિયાણા કે કાપડની નાની મોટી હાટડીઓના ધંધા હતા તેમને પૂરા કરવાનું કામ યંત્રવાદ કર્યુ. ફેકટરીની સંસ્કૃતિએ અઢારે વરણના ધંધા ખતમ કર્યા હોવાથી માર્જિનલાઈઝડ થયેલા મોચી, ધાંચી, વણકર, કુંભાર, સુથાર, લુહાર અને ખેડૂત ભાઈઓએ પણ વેપારમાં પ્રવેશવું પડયું. સીમિત વેપારમાં સ્પર્ધા અસીમિત થઈ જવાથી સાધર્મિકોને પોતાની દુકાનોને પણ તાળાં મારી દેવા પડ્યાં. મોટે ભાગે સાધર્મિકોનાબેજ ધંધાહતા.શરાફી અને વેપાર.બેય ભાંગી જવાથી લાચાર થઈ ગામડું છોડવું પડયું. જેનામાં તેવડ હતી તેઓ શહેરોમાં આવી યંત્રવાદના ધંધાઓમાં માલેતુજાર થઈ ગયા અને શેષ બહુમતી. બે ટાંટીયા ભેગા કરવા ભાયંદરથી ચર્ચગેટ અને થાણાથી વિરારની ટ્રેનોમાં લટકતી થઈ ગઈ. પૈસેટકે જેમપૂરા થઈ જવાયું તેમ ગામડાં છોડવાથી ધર્મનું દેવાળું નીકળી ગયું.ગામડાનો મેલો ઘેલો શેઠનો દિકરો પણ મુંબઈ આવી એમ ટી.વી. અને ઝી ટી.વી.ની ફિલ્મોમાં, ડિસ્કો દાંડિયાની ધમાલમાં અને ખાણીપીણીની મહેફિલમાં ધર્મને કયાંય વિસરી ગયો. ન્યાયનીતિને નેવે મૂકી ગમે તે રસ્તે કમાઈને ભોગવાય તેટલું ભોગવી લેવું તેનો ધર્મ બની ગયો.
સાધર્મિકોની આર્થિક અને ધાર્મિક બેહાલીનું આ છે તદન ટૂંકું પણ વાસ્તવિક ચિત્ર. સાધર્મિકોની અવદશા કરનાર છૂપો દુશ્મન જ્યાં સુધી પરખાય પણ નહિ ત્યાં સુધી ટીપ-ટપોરાં કે ફંડફાળા દ્વારા સાધર્મિકના
|| 999 ||