________________
મેં વાંચ્યું તમે પણ વાંચો તમારા નહેરુના બનાવટી સમાજવાદ કરતાં ભગવાન મહાવીરનો સમાજવાદ
લાખ ગણો બહેતર હતો...
અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એટલે ધર્મ.આવા ધર્મને આચરે તે ધર્મ.આ ધર્મ જેનો સ્વભાવ બની ગયો હોય, જેના વાણી, વર્તન અને વિચારમાં આ પાંચેયની ઝલક જણાતી હોય તેવા સઘળા સહયાત્રી એ સમાન ધર્મી. આ જ શબ્દનું રૂપ જરા જુદી રીતે કરીએ તો શબ્દ બને સાધર્મિક. આવા સાધર્મિકના સુખ-દુઃખમાં સહભાગી બનવું, તેના માટે ઘસાઈ છૂટવામાં જાતને સૌભાગી માનવી તે સાધર્મિક વાત્સલ્ય.આ પાંચેય વ્રતોનો સ્વીકાર અંશથી પણ જેના જીવનમાં નહોય પણ દિલમાં જો તલસાટ એનો જ હોય તો તે પણ સાધર્મિકની વ્યાખ્યામાં હક્કનું સ્થાન ધરાવે છે. પાંચેય વ્રતોના દેશ(અંશ)થી પાલનનો પ્રશ્ન એને પૂછાય તો એની “હા” હોવી જરૂરી નથી, પણ એની ‘ના’માં પણ એક વ્યથા હોવી જોઈએ.
આવા સાધર્મિકને પણ રાહતનો, ભીખનો, મદદનો ટુકડો ફેંકી દેવાનો નથી. એ કોઈ લાચાર, અસહાય અસ્તિત્વ નથી, જેને ઉપકારના ભાર તળે ચગદી નાખવાનું હોય. સાધર્મિક વાત્સલ્ય નામના સામાસિકપદનું ઉત્તરપદ પણ એટલું જ અગત્યનું છે. વાત્સલ્ય સાધર્મિકનું જ હોય, તો સાધર્મિકનું પણ વાત્સલ્ય જ હોય, મદદ કે રાહત નહીં.
ગામ-પરગામ અને દેશ-પરદેશ વસતા, જુદી-જુદી ભાષા અને બોલીઓ બોલતા, ચિર-પરિચિત કે સાવ અજાણ્યા આવા સાધર્મિકનો સમૂહ એ જ સંઘ, નાના કે મોટા, ગરીબ કે તવંગર, ભણેલા કે અભણ સઘળાયે સાધર્મિકો એ તો સંઘપુરુષનાં અંગત પ્રત્યંગો છે. સંઘદેહના એકપણ અંગને નાની સરખી પણ પીડા હોય અને સમગ્ર શરીરને એનું સમસંવેદન ન થાય એ ત્રિકાળમાં ન બને. કાન દુઃખતો હોય અને આંખ રડ્યા વગર રહે એ બને? જે અંગને બીજા અંગની પીડા ખટકે નહિ એને સમજવું કે પોતે ખોટું પડી
|| ૧૬૬ ||