________________
મેં વાંચ્યું તમે પણ વાંચો ગયેલું, જૂઠું પડી ગયેલું અંગ છે. તે શરીરમાં લટકતું હોય છે એટલુજ, બાકી એનેને શરીરને કોઈ લેવા-દેવા હોતા નથી. માની વત્સલતાથી સમાનધર્મીની આંખના આંસુ લૂછવાં, સંયોગોએ એને ધર્મથી દૂર ફેંકી દીધો હોય તો તેના હૈયામાં ધર્મની પુન:પ્રતિષ્ઠા કરવી એનું નામ સાધર્મિક વાત્સલ્ય અથવા તો સાધર્મિકભાઈની ભક્તિ પર્યુષણના કર્તવ્યપંચકમાં અમારિપ્રવર્તન પછી સીધું આ સાધર્મિક ભક્તિનું સ્થાન છે. અમારિપ્રવર્તન એ શ્રેષની ગાંઠોને ફૂટતી અટકાવે છે તો સાધર્મિક વાત્સલ્ય નિર્ચાજ સ્નેહના અંકુરાનું ઉદ્ગમસ્થાન છે.વાઘ, વરૂ અને ચિત્તાની હિંસકતા દૂર કરવાનું કામ જો અમારિપ્રવર્તન કરે છે, તો પારકું ઝૂંટવી લેવાની અને ભૂખ્યા જાતભાઈની જોડાજોડ બેસી ભર્યુંભાણું આરોગવાની શ્વાનવૃત્તિનું નિવારણ સાધર્મિક વાત્સલ્યથી થાય છે.
જો કે એક જમાનામાં તો સૌ પોતપોતાના ગામમાં,બાપીકા ધંધાઓમાં સ્થિર હોવાથી બે ટંકનારોટલાનો, અંગ ઢાંકવા કપડાનો અને માથે છાપરાનો સવાલ સરળતાથી ઊકલી જતો. પરંતુ ઔદ્યૌગિક ક્રાંતિએ ફેંકેલાં યંત્રવાદના વાવાઝોડાએ સૌનાબાપીકા ધંધાના બદ્ધમૂલવડલાને ભોય ભેગો કરી નાખ્યો. શરાફીના ધંધાથી સમગ્ર દેશના નાણાં વ્યવહારનું કેન્દ્રબિન્દુ બની અર્ધી રાતે પણ ગામના જરૂરતમંદની ભીડ ભાંગનાર શાહુકારની કેડબેંકોના જાળા દ્વારા ભાંગી નાખવામાં આવી.આદેશના અર્થકારણ, રાજકારણ,વિદ્યાકારણ અને ધર્મકારણ પર પકડ મેળવવામાં શાહુકારો, દેશી રાજાઓ, વિદ્વાન બ્રાહ્મણો અને ખાખી સંતો અંગ્રેજ રાજને મન મોટો અવરોધ હતા. રાજાઓને વેસ્ટમિન્સ્ટર મૉડેલની લોકશાહી દ્વારા, બ્રાહ્મણોને મેકોલેની એજ્યુકેશન સિસ્ટમ દ્વારા અને સંતોને ભોગવાદી સંસ્કૃતિના ડમ્પિંગ દ્વારા ફેંકી દેવાયા તો શાહુકારોના અર્થતંત્રને તોડી ફોડી નાખવા યંત્રવાદ ઉપરાંત બેંકોનો પંજો ઉગામ્યો. આ દેશના શાહુકારને મન હાથમાં લીધેલા પાણીની કિંમત લાખ રૂપિયાના સ્ટેમ્પ પેપર કરતાં વધુ હતી. એની ઉપરનો આ વિશ્વાસ તોડી તેને ઉખેડી નાખવાનું એટલું સહેલુ નહોતું, એટલે ગોબેલ્સનો તરીકો અપનાવ્યો. પાંચ-પંદર ટકા શાહુકારોની વ્યાજખાઉ અપ્રમાણિકતાને આગળ કરી આખી
// ૧૭૦ /