________________
મેં વાંચ્યું તમે પણ વાંચો મૂળમાં જ ઘા કરે છે.
પરીક્ષાના ભય હેઠળ શિક્ષણ આપવાનો આખરે હેતુ શો છે? ભય પેદા કર્યા વગર શું શિક્ષણ નથી આપી શકાતું?નાનાં બાળકોને તેમનાં માબાપ જેમ ધમકીઓ આપીને અને ભયજનક વાતો કરીને કાબૂમાં રાખે છે તેવી જ રીતે આપણા કેળવણીકારો પરીક્ષાના ભય દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનો પ્રયત્ન કરી રહ્યા હોય એમ લાગે છે. પરંતુ એટલું યાદ રાખવું ઘટે કેવિદ્યાર્થીઓ કંઈ નાનાં બાળકો નથી કે તેઓ ભયહેઠળ જ શિક્ષણ અને જ્ઞાન પ્રાપ્ત કરી શકે.વિદ્યાર્થીમાં નિર્ભયતા ખીલવવી અને કેળવવી એશિક્ષણનો એક હેતુ હોવો જોઈએ, એના બદલે પરીક્ષા દ્વારા ભયજનક વાતાવરણ ખડું કરવામાં આવે છે એશોચનીય છે. ભયના શિક્ષણથી નિર્ભયતા મેળવી કે કેળવી શકાય નહિ.
પરીક્ષાના દિવસોમાં વિદ્યાર્થીઓ કેવા ભયગ્રસ્ત અનેચિંતાગ્રસ્ત હોય છે અને ભય તથા ચિંતાની વિદ્યાર્થીના માનસ ઉપર કેવી અસર પડે છે, તેની તપાસ કરવા માનસશાસ્ત્રીઓની કમિટી નીમવી જોઈએ. ભય અને ચિંતા, HLARAS A Cuzas cięzzril (Mental and Physical Health)-ı કેવા ભયંકર શત્રુઓ છે તે માનસશાસ્ત્રી બરાબર જાણે છે. માનસશાસ્ત્રના અભ્યાસી કેળવણીકાર માટે આ પરિસ્થિતિ સમજવી કંઈ મુશ્કેલ નથી.
પોતે વિદ્યાર્થી હશે ત્યારે દરેક કેળવણીકારે પરીક્ષા દ્વારા થતાં નુકશાનો અનુભવ્યા હશે. છતાં જ્યારે પોતે કેળવણીના ક્ષેત્રમાં ફેરફાર કરી શકે એવા હોદાએ પહોંચે છે ત્યારે તે કેમ ચૂપ બની જાય છે, એ મને સમજાતું નથી.વિદ્યાર્થીનું શિક્ષણ, તેના સુખ, શાંતિ અને પ્રગતિના મોટા શત્રુને દૂર કરવો એ શું કેળવણીકારોની ફરજ નથી? વિદ્યાર્થીના ખરા દુઃખ પ્રત્યે આંખ આડા કાન કરવાથી આખરે ફાયદો શો? -(વિશ્વવિજ્ઞાન)
-કલ્યાણ-સપ્ટેમ્બર-૧૯૫૪
| ૧૬s ||