________________
મેં વાંચ્યું તમે પણ વાંચો ગોડાઉન સાથે સરખાવી શકાય કે જે માલનો ફક્ત સંગ્રહ જ કરે છે.
Intelligence may be compared with a workshop which produces somothing new and original while memory is just like a warehouse which merely stores goods.
બુદ્ધિ એટલે કંઈક નવું ઉત્પન્ન કરવાની શક્તિ, અને કારણ (Cause) અને અસર (Effect) વચ્ચેના સંબંધને સમજવાની શક્તિ. યાદશક્તિ તેજ કહી શકાય કે જે બુદ્ધિપૂર્વક મેળવેલ જ્ઞાનનો સંગ્રહ કરે. અને જે બુદ્ધિપૂર્વક મગજમાં ઠસેલું હોય છે તે જલ્દીથી ભૂલાતું નથી. યાદશક્તિને આધાર બુદ્ધિ ઉપર મોટે ભાગે રહેલો છે, હવે પરીક્ષા માટે જે યાદશક્તિની જરૂર પડે છે, તે બુદ્ધિ ઉપર રચાયેલી હોતી નથી. પરીક્ષાના હેતુથી જે જ્ઞાન મેળવાયેલું હોય છે તે બુદ્ધિપૂર્વક મેળવાયેલું હોતું નથી. આથી જ પરીક્ષા પછી વિદ્યાર્થીઓ મોટા ભાગનું ભૂલી જાય છે.
સ્કૂલ અગર કૉલેજમાં બુદ્ધિશાળી અને ફર્સ્ટકલાસ ગણાતા કેટલાક વિદ્યાર્થીઓ જીવનમાં સામાન્ય રીતે નિષ્ફળ નીવડે છે. એનું કારણ ? એક કારણ એ આપી શકાય કે હાલની કેળવણી પદ્ધતિ વિદ્યાર્થીઓને જીવન જીવતાં નથી શિખડાવતી. બીજું કારણ એ આપી શકાય કે તે વિદ્યાર્થી પોતાની યાદશક્તિના જોરે જ બુદ્ધિશાળી ગણાતો હોય છે. પણ જીવનમાં યાદશક્તિ કરતાં બુદ્ધિની વધારે જરૂર પડે છે.
પરીક્ષામાં પાસ થવાં અને સારા માર્કસ મેળવવા માટે બુદ્ધિના ભોગે યાદશક્તિનો વિકાસ કરવો પડે છે. જે વિદ્યાર્થીઓ પોતાની બુદ્ધિને રૂંધીને યાદશક્તિનો વિકાસ કરવામાં સફળ નીવડે છે, તેઓ ફાવી જાય છે અને બીજા લટકતા રહી જાય છે ! બુદ્ધિને રૂંધી યાદશક્તિનો વિકાસ કરવો એ ખરેખરા બુદ્ધિશાળી વિદ્યાર્થીઓના સ્વભાવ વિરુદ્ધ હોઈ તેઓ આ પ્રકારની પરિસ્થિતિને તાબે થવાની ચોકખી ના પાડે છે અને તેમને જ વધુ સહન કરવું પડે છે. હાલની પરીક્ષા પદ્ધતિ જ એવી છે કે ગોખણપટ્ટી એ પાસ થવાનો અને
|| ૧૬૬ ||