________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
સારા માર્કસ મેળવવાને બાદશાહી રસ્તો (Royal Road) બની ગઈ છે. જે વિદ્યાર્થી કેવળ ગોખણપટ્ટીથી જ પાસ થાય છે અને સારા માર્કસ મેળવે છે તેની સમાજ વાહ વાહ પોકારે છે અને ખરેખર બુદ્ધિશાળી વિદ્યાર્થી તો આ લાભથી વંચિત જ રહી જાય છે. આમ, જે માન મેળવવાને ખાસ લાયક ન ગણી શકાય તેને સમાજ માન આપે છે અને જે માન મેળવવાને ખરો હકદાર છે તેને કોઈ પૂછતું જ નથી ! આથી બુદ્ધિશાળી વિદ્યાર્થીઓને સમાજ તરફથી કોઈ પ્રેરણા મળતી નથી. પોતાની બુદ્ધિના લીધે જ બુદ્ધિશાળી વિદ્યાર્થીને સહન કરવું પડતું હોઈ તે નિરાશ બની જઈને આખરે ગોખણપટ્ટીનો આશરો શોધે છે. પાસ થવાનું અને સારા માર્કસ મેળવવાનું ગોખણપટ્ટીએ મોટામાં મોટું સાધન છે. એ હકિકતનો કમને પણ સ્વીકાર કરવાની અને ગોખણપટ્ટી કરવાની બુદ્ધિશાળી વર્ગને ફરજ પડે છે. એ સિવાય બીજો રસ્તો જ નથી. આમ, ગોખણપટ્ટીના ભાર નીચે બુદ્ધિ દબાઈ જાય છે.
પરીક્ષા એ કેળવણીનું ફક્ત એક સાધન જ (Means) હોઈ શકે. ધ્યેય નહિ. આધુનિક પરીક્ષા પદ્ધતિ જ એવી છે કે વિદ્યાર્થી પરીક્ષાને ધ્યેય (End) માનતો થઈ જાય છે. આમ, સાધન (Means), ધ્યેય (End) બની જાય છે. પરીક્ષાને લીધે જ વિદ્યાર્થીઓ છેલ્લા દિવસમાં અભ્યાસ કરતા હોય છે. વર્ષની શરૂઆતથી બહુ થોડા વિદ્યાથીઓનું અભ્યાસમાં ધ્યાન હોય છે. આમાં મોટા ભાગનો દોષ પરીક્ષા પદ્ધતિનો જ છે.વિદ્યાર્થીનો નહિ. આખા વર્ષ દરમિયાન અભ્યાસ અને કેળવણીમાં વિદ્યાર્થીનું ધ્યાન ચોંટાડી રાખે એવું કોઈ જ તત્ત્વ હાલની પરીક્ષા પદ્ધતિમાં નથી. વિદ્યાર્થી ધ્યાનથી અભ્યાસ કરે એ જ પરીક્ષાનો મૂળ હેતુ હતો. પરંતુ એથી ઊંધું જ પરિણામ આવ્યું છે. જેથી વિદ્યાર્થી શરૂઆતના દિવસોમાં સહેલાઈથી અભ્યાસ પ્રત્યે દુર્લક્ષ્ય કરી શકે છે. પરીક્ષાના છેલ્લા દિવસોમાં જે અભ્યાસ થાય છે તેને અભ્યાસ કે જ્ઞાનનું નામ જ ન આપી શકાય. એ કેવળ પરીક્ષાની જ તૈયારી હોય છે. કેળવણીના જે જે હેતુઓ હોઈ શકે તે હેતુઓને પરીક્ષા જ નિષ્ફળ બનાવે છે. પરીક્ષા વિદ્યાર્થીઓનો મોટો દુશ્મન છે એટલું જ નહિ પણ તે કેળવણીના હેતુઓના
|| ૧૬૭ ||