________________
મેં વાંચ્યું તમે પણ વાંચો વર્તમાન પરીક્ષા પદ્ધતિના અંનિષ્ટો.
- શ્રી એ. આઈ. લાલીવાલા વર્તમાન કેળવણી દ્વારા નવો વર્ગ કેળવાઈને તૈયાર થઈ શકતો નથી, એમ આપણે જોઈ શકીએ છીએ. ચાલુ શિક્ષણપ્રણાલીમાં પરીક્ષાની વર્તમાન પદ્ધતિએ અનેક અનિષ્ટોને જન્માવ્યા છે. તેણે વિદ્યાર્થીઓનાં જીવનની અનેક શક્તિઓને રૂંધી, કેવળ પરીક્ષા પાસ કરવા માટે જ કેળવણી છે, એવું વાતાવરણ સરક્યું છે. તદુપરાંત વિદ્યાર્થીઓની બુદ્ધિ,પ્રતિભાવગેરેને અનેક રીતે રોક્યા છે. આજની પરીક્ષા પદ્ધતિમાં અનિષ્ટ પરિણામોની આ લેખમાં ચર્ચા કરવામાં આવી છે.
હમણાં હમણાંનો કેળવણીના માધ્યમનો પ્રશ્ન ઠીક-ઠીક ચર્ચાવા લાગ્યો છે. અત્યાર સુધી વિદ્યાર્થી અને વિદ્યાર્થી જીવનની ઘણી વાતોની ઘણા પ્રશ્નોની ચર્ચા થઈ ગઈ છે, પરંતુ કેળવણી અને વિદ્યાર્થી જીવન સાથે જે પ્રશ્ન ગાઢ સંબંધ ધરાવે છે, તે પ્રશ્ન ઉપર કોઈએ ખાસ ધ્યાન આપ્યું હોય એમ લાગતું નથી. એ પ્રશ્ન છે આધુનિક પરીક્ષા પદ્ધતિ. આ પ્રશ્ન એટલો મહત્ત્વનો છે કે, તેના પ્રત્યે જે દુર્લક્ષ્ય સેવવામાં આવે છે તેથી આપણને આશ્ચર્ય થાય છે. હાલનું આખું વિદ્યાર્થી જીવન પરીક્ષાની આસપાસ આંટા-ફેરા ફરે છે એ ખાસ ધ્યાન ખેંચે એવી બાબત છે.
સ્કૂલ કે કૉલેજમાં કેળવણીનું પવિત્ર વાતાવરણ પ્રવર્તે છે કે કેમ એ શંકાસ્પદ છે. કેળવણીનું પવિત્ર વાતાવરણ પરીક્ષાના ભયથી કલુષિત બની ગયું છે. હાલની પરીક્ષા પદ્ધતિ જ એવી છે કે, દરેક વિદ્યાર્થી દરેક વિષયનો પરીક્ષાની દૃષ્ટિએ જ અભ્યાસ કરે છે. પરીક્ષામાં પાસ થવાનો આધાર બુદ્ધિ કરતાં યાદશક્તિ ઉપર વિશેષ રહેલો છે. બુદ્ધિ અને યાદશક્તિ અને માનસિક ક્રિયાઓ (Mentel Processes) છે. પણ યાદશક્તિ Passive છે.
જ્યારે બુદ્ધિ Active છે. બુદ્ધિને એક ફેકટરી સાથે સરખાવી શકાય કે જે કાચો માલ મેળવી કંઈક નવું જ ઉત્પન્ન કરે છે, જ્યારે યાદશક્તિને એક
TI 9૬ ૬ IT