________________
મેં વાંચ્યું તમે પણ વાંચો માતાનો સ્વભાવ સદા એક સરખો છે. એના અણુઅણુમાં મમતા, વાત્સલ્ય અને સમર્પણના જીવંત પ્રવાહને જોઈ શકાશે.
નાભિનાળ કપાયા પછી માબાળકનો સંબંધ અખંડ અને અકબંધ રહે છે. સંતાન ભલે માતાને ભૂલી જાય, મા-પોતાના બાળકને ભૂલી શકતી નથી. દિકરો કે દિકરી છોને પોતાનો નવા સંસાર શરૂ કરે અને એમાં ખોવાઈ જાય, પણ મા માટે તો પોતાનાં સંતાનો જ આખા એક સંસાર જેવાં હોય છે. પોતાના સંતાનના સુખ માટે એ આખા સંસારને પણ છોડી શકે છે.
પ્રસૂતિ વખતે મા અથવા બાળક, બેમાંથી એકને બચાવી શકાય તેમ હોય, તો પુરુષ ઈચ્છશે કે પોતાની પત્ની બચી જાય, પણ સ્વયં મા તો એવું જ ઈચ્છશે કે પોતાનો જીવનદીપ બુઝાય તો ભલે બુઝાય, પણ પોતાનું સંતાન, પોતાના પ્રેમનું બીજ કે પ્રતીક બચી જાય.
મા બનતા પહેલાં (થોડા સિઝેરિયનને બાદ કરીએ તો) પ્રત્યેક સ્ત્રી પ્રસૂતિની પીડામાંથી પસાર થાય છે.જેણે આ પીડા અનુભવી હોય, તે જ જાણે કે “માં” થવા માટે એણે કેવી કેવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું હોય છે, પુરુષને જો આ પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોય, તો સંસારનો આ સંતાન તંતુ કયારનોય અટકી ગયો હોત !ક્યો પુરુષ બાળકના મળમૂત્ર સાફ કરે? કયો પિતા બાળક માટે ધાવણની ધાર બનીને રહે? – અને છતાં માતાની મહાનતા તો જુઓ, એના સમર્પણનો વિચાર તો કરો, બાળકને એ પોતાનું નહીં, પિતાનું નામ આપીને ગૌરવ અનુભવી શકે છે. સંતાન પાછળ પિતાનું નામ જોડી સમાજમાં એની ઓળખ ઊભી કરી શકે છે. પોતે પાછળ છુપાઈને બધો યશ પિતાને આપી શકે છે, અને એટલે જ કદાચ પરમાત્મા પછી સૃષ્ટિ પર બીજું સ્થાન માતાનું છે. જીવનના સુકોમળતંતુને અતૂટ રાખવા માટે સૌથી મોટું યોગદાન માતાનું છે. દીવામાંથી જેમ દીવો પ્રગટે એમ જ માતા દ્વારા જીવનમાંથી જીવનનો પ્રવાહ આગળ વધે છે.
માતા આ સૃષ્ટિ પર સૌથી મોટી કલાકાર છે. તમે એક સુંદર કાવ્ય
|| ૧૬૬ TI