________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
રહ્યા નથી.
આ જગતનો નિયમ છે કે મનુષ્ય પોતે જેવા બનવાની ભાવના સેવે તેવો થાય છે. જેઓ સજ્જન બનવાની ભાવના સેવે તેઓ સજ્જન થાય છે અને જેમને ખોટા ધંધા કરવા હોય તેઓ દુર્જન થાય છે. આપણે જેમની સેવા કરીએ છીએ તેમના જેવા થઈએ છીએ. જેઓ સદાય ઈશ્વરની ભક્તિ કરે છે તેઓ એક વખત ઈશ્વરનું સ્વરૂપ પ્રાપ્ત કરે છે. જેઓ સંતોની સેવા કરે છે, તેઓ સજ્જન બને છે. જેઓ દુરાચારી શ્રીમંતોની ચમચાગીરી કરે છે,તેઓ શ્રીમંત નથી બનતા પણ દુરાચારી જરૂર બની જાય છે. આજના કાળમાં બધાને સફળ થવાનો ચસકો લાગ્યો છે, પણ સારા કોઈને થવું નથી, આજના સમાજમાં ચારિત્ર્ય કરતાં ધનને વધુ મહત્ત્વ આપવામાં આવે છે.જેમની પાસે જ્ઞાન અને ચારિત્ર્ય છે તેઓ જો ધનવાન ન હોય તે તેમનો કોઈ ભાવ પણ પૂછતું નથી. આજના સમાજની આ મોટી કરૂણતા છે.
જે સમાજમાં જેની પૂજા કરવામાં આવે તેને પ્રોત્સાહન મળે છે અને તેની સંખ્યા અને શક્તિ પણ વધે છે. આજના સમાજમાં બેઈમાન રાજકારણીઓની અને અનીતિમાન શ્રીમંતોની પૂજા કરવામાં આવે છે, માટે તેમની શક્તિ વધી રહી છે. એક સમયે રાજાના દરબારમાં કવિઓ, વિદ્વાનો, સંગીતકારો, જ્યોતિષિઓ, રાજવૈદો વગેરેને આદર અપાતો હતો; માટે તેમની શક્તિ વધુ હતી. ચાણક્ય તદન અકિંચન હતો તો પણ મગધનો રાજા ચન્દ્રગુપ્ત તેની આજ્ઞામાં રહેતો હતો. આજના નેતાઓ વિદ્વાનોને પોતાના પગની જૂતી સમજે છે, કારણ કે વિદ્વાનો લોભી થઈ ગયા હોવાથી તેમને રૂપિયા આપીને ખરીદી શકાય છે.
આ દુનિયાની કોઈ કીમતીમાં કીમતી ચીજ હોય તો તે ચારિત્ર્ય છે. જ્યારે ચારિત્ર્યનો નાશ થાય છે ત્યારે કાંઈ બચતું નથી, અને જો ચારિત્ર્ય સાબૂત હોય તો બાકીની ચીજો વગર પણ માણસ સુખી બની શકે છે. આ વાતમાં લોકોનો વિશ્વાસ આજે ડગમગી ગયો છે. માટે જ લોકો ચારિત્ર્યવાનોની
|| ૧૬૦ ||