________________
મેં વાંચ્યું તમે પણ વાંચો સંભાળી લેતા હતા. તેને કારણે વિદ્વાને પોતાની વિદ્યા વેચવી પડતી નહીં. આજે આપણી શિક્ષણ સંસ્થાઓની જે દુર્દશા થઈ છે, તેના મૂળમાં વિદ્યાને વેચવાની પ્રવૃત્તિ છે. આજે ખાનગી મેડિકલ અને ઈજનેરી કૉલેજોમાં બેઠકોની રીતસર હરાજી કરવામાં આવે છે. તેને કારણે જેમની પાસે રૂપિયા હોય તેઓ જ પોતાની મનગમતી લાઈનમાં જઈ શકે છે. શિક્ષકોને પણ આજે સ્કૂલમાં ભણાવવા કરતાં ટયૂશનમાં વધુ રસ પડે છે. કારણ કે તેમાં તગડી કમાણી છે. શ્રીમંતોના નબીરાઓ હવે એવું માનવા લાગ્યા છે કે તેઓ શિક્ષકને રૂપિયા ચૂકવે છે, માટે શિક્ષક તેમના પગારદાર નોકર છે. આ કારણે તેમની અંદર શિક્ષક માટે કોઈ આદર રહ્યો નથી.વિદ્યાર્થીઓમાં વિનય નથી એટલે તેમને વિદ્યા ચડતી નથી.
આજકાલના વિદ્યાર્થીઓ જ્ઞાનવૃદ્ધોની પૂજા નથી કરતાં, કારણ કે જેમની પાસે જ્ઞાન છે, તેઓ જ્ઞાન વેચે છે. જૂના જમાનામાં જ્ઞાની બ્રાહ્મણો સમાજનો ત્યાગ કરીને જંગલમાં કુટિર બાંધીને રહેતા હતા. તેમની પાસે ગરીબોના, શ્રીમંતોના અને રાજાના નબીરાઓ પણ ભણવા માટે આવતા હતા. તપોવનના ગુરુ બધાને મફતમાં વિદ્યાનું દાન કરતાં. કોઈની પાસે તેઓ ધનની અપેક્ષા રાખતા નહીં. આ કારણે વિદ્યાર્થીઓમાં તેમના પ્રત્યેનો પૂજ્યભાવ અકબંધ રહેતો હતો. વળી તપોવનમાં ગરીબ બાળકો અને શ્રીમંત બાળકો વચ્ચે કોઈ ભેદભાવ રાખવામાં નહોતો આવતો.સંદિપની ઋષિના આશ્રમમાં જે વ્યવહાર શ્રીકૃષ્ણ સાથે કરવામાં આવતો તેજ સુદામા સાથે કરવામાં આવતો હતો. પ્રાચીન પદ્ધતિના તપોવનોમાં પૈસાની બોલબાલા નહોતી, એટલે, શુદ્ધ સમાજવાદ પ્રવર્તમાન હતો.
તપોવનની શિક્ષણ પદ્ધતિમાં કોઈ વિદ્યાર્થી પાસેથી ફી લેવામાં નહોતી આવતી. શિક્ષણ તદન મફત હતું. જેને કારણે સમાજના તમામ વર્ગોના વિદ્યાર્થીઓ શિક્ષણનો લાભ ઉઠાવી શકતા હતા. ત્યારના ગુરુઓ પણ નિઃસ્પૃહી હતા. તેઓ ધનના લોભી નહોતા. પોતાના પરિવારનો જીવનનિર્વાહ
|| 9
||