________________
મેં વાંચ્યું તમે પણ વાંચો થઈ શકે એટલું ધન મળી જાય એટલે તેઓ સંતોષ માનતા હતા. આટલું ધન તેમને સાહજિક રીતે રાજા તરફથી કે શ્રીમંત વિદ્યાર્થીઓના માતા-પિતા તરફથી વગર માંગ્યે સ્વમાનપૂર્વક મળી રહેતું હતું. તપોવનમાં ગુરુદક્ષિણા પણ મરજીયાત હતી.જેની જેવી શક્તિ એવી ગુરુદક્ષિણાવિદ્યાર્થીઓ આપતા હતા. ગુરુ માટે બધા વિદ્યાર્થીઓ સરખા રહેતા હતા.
આજે જેમની પાસે વિશેષ જ્ઞાન છે, તેઓ વધુ લોભી બની રહ્યા છે. આ પશ્ચિમી સંસ્કૃતિની અસર છે. વિદેશોમાં શિક્ષકો, પ્રોફેસરો, કન્સલ્ટન્ટો, લેખકો, પત્રકારો, સ્કોલરો, સંશોધકો, નિષ્ણાતો, વકીલો વગેરે પોતાના જ્ઞાનની કિંમત વસૂલ કરે છે. આ એપ ભારતમાં પણ લાગુ પડ્યો છે. હકીકતમાં આ બધા પોતાની વિદ્યાને વેચી રહ્યા છે. અનાજ અને કરિયાણાનો વેપારી પોતાની ચીજવસ્તુઓ વેચે છે તેમ વિદ્યા વેચવાની ચીજ નથી. જે દિવસથી ગુરુઓ પોતાની વિદ્યા વેચવા લાગ્યા છે તે દિવસથી તેમનો આદર ઘટી ગયો છે. જૈન સાધુઓ અને સંતો વર્ષો સુધી તપ અને જપ સાથે જ્ઞાનની સાધના કરે છે અને પ્રવચનોના માધ્યમથી આ જ્ઞાનની પ્રજાને લહાણી કરે છે. રામાયણના કેટલાક કથાકારો ફી નથી રાખતા પણ કથામાં જે દાન પ્રાપ્ત થાય તે પોતાની સંસ્થામાં લઈ જવાની શરત રાખે છે, જેને કારણે લોકોને તેમના માટે અભાવ થઈ જાય છે.
જ્ઞાનીઓએ જેમ સમાજ પાસેથી ધનની અપેક્ષા રાખવી જોઈએ નહીં, તેમ સમાજે પણ જ્ઞાનીઓના જીવનનિર્વાહની જવાબદારી સહર્ષઉપાડી લેવી જોઈએ. આપણા સમાજમાં વિદ્યાગુરુ, જ્યોતિષ, વૈદ, બ્રાહ્મણ, પુરોહિત વગેરે નિઃસ્વાર્થ ભાવે સમાજની સેવા કરતા હતા, જેને કારણે સમાજમાં તેમનું આદરણીય સ્થાન હતું. તેઓ પોતાની કોઈ પણ સેવાની સામે ધનની અપેક્ષા રાખતા નહોતા. તેની સામે સમાજના લોકો તેમની બધી જ જીવન જરૂરિયાત પૂરી કરતા હતા. જ્ઞાનવૃદ્ધોનિઃસ્પૃહી હતા, માટે લોકો તેમની પૂજા કરતા હતા. આજે તેઓ પણ ધનના લોભી બની ગયા હોવાથી લોકોની પૂજાને લાયક પણ
A
|| ૧૬૬ ||