________________
મેં વાંચ્યું તમે પણ વાંચો જોવાની સગવડ કોણે કરી આપી? તમે કહેશો કે, બેટા!તું જુવે એમાં અમે શું કરીએ? તો શું આ બરાબર છે? ફિલ્મોથી તમારા બાળકનું ભવિષ્ય કેવું થશે, તે શું આપને ખબર જ ન હતી? આપે મારો રસ્તો કેમ ન રોક્યો? તમે જ તો મને મોબાઈલ અપાવેલો. તમે જ તો મને હીરો હોન્ડા પણ અપાવેલું. મોબાઈલ અને હીરો હોન્ડા દ્વારા તમારો પુત્રશું કરશે, તેની શું તમને ખબર નહતી? ઘરમાં જ ટી.વી.ચેનલો લાવી આપી દુનિયાની જાણકારી આપે જ કરાવેલી અને સિગારેટ પીતાં તો આપને જોઈને જ શીખ્યો છું. આપના જ ખિસ્સામાંથી પડીકી ચોરીને ખાતાં પણ શીખ્યો છું!
તમારા વ્હાલસોયા આ દિકરાને હોટલોમાં લઈ જઈ ઈડાના રસવાળી બોર્નવીટા અને રેસ્ટોરન્ટના ચસકા કોણે કરાવ્યા?આર્યસંસ્કૃતિના ભુક્કા બોલાવતી, સર્વનાશ કરતી એવી સ્કૂલોમાં લાખો રૂપિયાના ડોનેશન આપી હરખાતા હરખાતા મને કોણ મૂકવા આવેલું? આનો જવાબ હુંકોની પાસેથી મેળવું? કોને પૂછું?ખરાબમિત્રો સાથે રાતના મોડા સુધી ભટકતા મને આપે કેમ રોક્યો નહિ! બીયર બારમાં જતા તમારો દિકરો બગડી જશે, ગુંડાઓના ટોળામાં ભળી ગુંડો બની જશે, એવો ડર શું તમને ન લાગ્યો? વખતે શું તમે ગાઢ નિદ્રામાં હતા? આ બધું હું કોને પૂછું?
હું તો એ વખતે અણસમજુ હતો. જવાબદારી શું તમારી ન હતી? તમોએ મને વ્યસન-ફેશન અને વિલાસો જીવન તરફ ધકેલાતો કેમ ન અટકાવ્યો. તે વખતે તો હું આપનોજ આશ્રિત હતો.બતાવો તે વખતે મેંઆપની વાતને ક્યારે ઉડાવી હતી? શું તમારી આજ્ઞા ક્યારેય મૅનકારી હતી?
તમારાથી જુદો પડ્યાને આજ ત્રણ ત્રણ વર્ષ થયા. જુગાર રમતો થયો, રૂપરમણીયો જોડે રંગરેલિયા મનાવતો થયો, રોજ પૈસાની જરૂર પડવા લાગી, એટલે મારા એ આનંદ ખાતર મિત્રોની સાથે દાણચોરીનો ધંધો ચાલુ કર્યો અને એક વર્ષ પૂર્વે રેડ હેન્ડેડ પકડાઈ ગયો. કુમિત્રની સોબતે ચડી જઈ મેં મારું સર્વસ્વ ગુમાવી દીધું છે. તમે તોખાનદાન છો, હુંતો સંપૂર્ણ ગુંડો બની ચૂક્યો છું. જેલના સળિયા પાછળ ડૂબી રહેલા મારા ભવિષ્યના સૂરજને
|| ૧૬૨ ||