________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
અને જ્ઞાનિયોની પૂજા કરવાને બદલે રાજકારણીઓની અને ધનવાનોની પૂજા કરવા દોડે છે. જે દિવસે આપણા સમાજમાં ધન કરતાં જ્ઞાનની અને સત્તા કરતાં સદાચારની કિંમત વધશે ત્યારે જ આપણા સમાજનો ઉદ્ધાર થશે.
co
જેલવાસ પુત્રનો પિતાને સણસણતો પત્ર
પ્રત્યેક મા-બાપને આ વાંચવું ફરજિયાત છે. એક પુત્રનો જેલમાંથી લખાયેલો આ પત્ર છે. ઠેકાણું : જેલ.
પરમપૂજ્ય માતા-પિતાશ્રીને,
મારા હિતૈષી, મારા જીવનના ઘડવૈયા, આપના પાવન ચરણે આપના કમભાગી કુપુત્રના નમસ્કાર. હું જ્યારે જન્મ્યો ત્યારે નિર્દોષ હતો, ચાલતો થયો ત્યાં સુધી સારો, પવિત્ર હતો. ‘પાપ’ શું ચીજ છે, તેની મને ખબર સુદ્ધાં ન હતી. અપરાધ કોને કહેવો તેનું જ્ઞાન પણ ન હતું. તમો મને મોટો થવા દીધો એ આજે તમારો દિકરો જેલમાં છે.
મારે જેલમાં કેમ આવવું પડ્યું ? હું તો સજ્જન હતો, તો આટલો દુષ્ટ કેમ થયો ? તેનાં કેટલાંક કારણો મારા માથામાં ઘુમરાયા કરે છે. મને અહીં સુધી પહોંચાડનાર કોણ છે ? હે પૂજ્ય માતા-પિતા અલબત્ત, માફ કરજો, આપની સામે મારી ફરિયાદ નથી, પણ ઊભરાતો આક્રોશ હવે અંદર સમાવી શકતો નથી, એટલે પત્ર દ્વારા તમારા ઉપર પાઠવી રહ્યો છું. તમે જરા જવાબ આપવા કૃપા કરજો.
હું બાળક બની તમારે ત્યાં આવ્યો. સંપૂર્ણતયા તમારો આશ્રિત હતો. તમારી જ આંગળી પકડીને ચાલતો હતો.મારા યોગ અને ક્ષેમ તમારે જ હવાલે હતા. મારું આખુંય ભવિષ્ય આપના ભરોસે હતું. તો પછી મને જવાબ આપશો કે, મારા પવિત્ર મનમાં દુષ્ટ ભાવોને ધરબી દેનાર ટી.વી., સિનેમા અને ફિલ્મો
|| ૧૬૬ ||