________________
મેં વાંચ્યું તમે પણ વાંચો માતૃત્વનો સંબંધ માત્ર શરીર સાથે નથી. એ અંતરમાંથી પ્રગટતી ભાવના છે. માતૃત્વના વાત્સલ્યનો વ્યાપ એટલો મોટો કરી શકાય કે, આખા જગત પ્રત્યે પ્રેમ આત્મીયતાનો ભાવ ઉભરાવા લાગે.
વિદ્યા વેચાય ર્નાહિ આપણો સમાજ આજે અર્થપ્રધાન બની ગયો છે. જેમની પાસે પૈસો છે, તેમની બધા પૂજા કરે છે અને આરતી પણ ઉતારે છે. જાહેર અને ધાર્મિક સમારંભોમાં પણ અધ્યક્ષનું સ્થાન શોભાવવા માટે શ્રીમંતોને જ આમંત્રણ આપવામાં આવે છે. શ્રીમંત અને સત્તાધીશ હોય તેમની આજુબાજુ ચમચાઓનો ઘેરાવો હોય છે અને લોકો તેમને હારતોરા કરવા આતુર હોય છે. “ધર્મબિંદુ' ગ્રંથમાં હરિભદ્રસૂરિજી મહારાજ ફરમાવે છે કે, “સગૃહસ્થ સંયમમાં રહેલાની અને જ્ઞાનવૃદ્ધોની સેવા કરવી જોઈએ.'
આવિધાનમાં “જ્ઞાનવૃદ્ધ નો અર્થ સમજવાની જરૂર છે. ઉંમરથી જે વૃદ્ધ હોય તેની તો સેવા કરવી જ જોઈએ; પણ જ્ઞાનથી વૃદ્ધ હોય તેની પણ વિશેષ સેવા કરવી જોઈએ. જ્ઞાનને ઉંમરનાં બંધનો નડતાં નથી. આઠ વર્ષનું બાળકપણ વેદના પાઠ ભણી શકે છે અને મોટા પંડિતોને ભણાવી શકે છે. તેની સેવા કરનારને પણ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
આર્ય સંસ્કૃતિમાં કદી વિદ્યા અને રાંધેલું અનાજ વેચવામાં આવતું નહોતું.રાજાની સ્વદેશમાં પૂજા થતી હતી, પણ વિદ્વાનની દુનિયાભરમાં પૂજા થતી હતી. જેમની પાસે વિદ્યાહોય તેમને રાજદરબારમાં આદર મળતો હતો અને શ્રીમંતો પણ વિદ્યાવાનને માનપાન આપતા હતા ગુરુ પોતાના શિષ્યને હંમેશા કોઈપણ જાતના આર્થિક વળતરની અપેક્ષા વગર જવિદ્યાદાન કરતા હતા. તેની સામે આપણો સમાજ ગુરુને દેવ ગણીને તેમની પૂજા કરતો હતો, વિદ્વાનોના જીવનનિર્વાહની તમામ જવાબદારી રાજાઓ અને શ્રેષ્ઠિઓ
|| ૧૬૭ ||