________________
મેં વાંચ્યું તમે પણ વાંચો (૫) ધર્મ સહાચ્યા - ઘણી સ્ત્રીઓ બીજા ઘણા સદ્ગુણો ધારણ કરનારી હોવા છતાં પતિને ધર્મ કરવામાં અંતરાય કરતી હોય છે. સન્નારીમાં પતિને ધર્મમાં સહાય કરવાનો મહાન ગુણ જોવા મળે છે. સામાન્ય રીતે સ્ત્રીઓને સુખ-દુઃખમાં સહભાગિની કહેવાય છે પણ સન્નારીમાં ધર્મમાં સહભાગીપણાના ગુણનો સુંદર વિકાસ થયેલો હોય છે. (૬) ક્ષમા ધરિત્રી:-પૃથ્વી જેવી સહનશીલતા -એ સન્નારીનો છેલ્લો મહાન સગુણ છે. સ્ત્રી જીવનમાં માતા-પિતાનાં, ભાઈ-ભાભીનાં,બહેનો અને બનેવીઓનાં કાકા-કાકીનાં, સાસુ-સસરાનાં, જેઠ-દિયરનાં, દેરાણી-જેઠાણી અને નણંદનાં, પુત્ર-પુત્રીઓનાં, પુત્રવધુ અને જમાઈઓ વગેરેનાં કટુવચનો સાંભળવાના સેંકડો-હજારોવાર પ્રસંગો આવે છે. ઘણા પતિદેવો તો આખા ગામનો ગુસ્સો સ્ત્રી ઉપર ઠાલવતા હોય છે. આક્રોશ અને રુઆબ કરતા હોય છે. ઘણી સ્ત્રીઓ એની સામે ક્રોધ,આક્રોશ અને જુસ્સો ઠાલવે છે, આગવરસાવે છે. ક્યારેક રણચંડીનું રૂપ ધારણ કરે છે અને અવળચંડી પણ બને છે. ભારતીય સન્નારીનો, આ કટુવચનો, આક્રોશ,રોષ કે કટકટ સામે કોઈ જુદો જ અભિગમહોય છે. એ ધીરતા, ગંભીરતા,પૃથ્વી જેવી ક્ષમા અને સહિષ્ણુતા વગેરે ઉત્તમ ગુણોના સહારે અગ્નિપરીક્ષામાંથી પાર ઊતરી જાય છે. ક્યારેક તો એની સૌમ્યતા, સ્મિતભરી મુખમુદ્રા વગેરે દ્વારા જીત મેળવી જાય છે. સામાઓને હાર ખાવી પડે છે અને સળગતા દાવાનળ જેવો ઘર-સંસાર નંદનવનની રમણિયતાને ધારણ કરે છે.
સન્નારીના જીવનનું ઊજળું પાસું એના અદ્ભુત છ ગુણો દ્વારા આપણે જોયું-જાણ્યું અને માણ્યું, બાકી તો બીજા પણ એના સગુણો દ્વારા એણે પોતાના દિવ્યવ્યક્તિત્વની શાશ્વતપ્રતિષ્ઠા વિશ્વના વિશાળ ચોગાનમાં કરી છે.
-ધર્મદૂત ૨૦૫ર-આસોજ
| ૧૬૩ ||