________________
મેં વાંચ્યું તમે પણ વાંચો શબ્દો સરી પડ્યા- “નારી તું નારાયણી” હવે “પતિદેવો ભવ” ના આશીર્વાદ પામીને સાસરે ગયેલી સન્નારી; કુલવધૂ બનીને પોતાના દામ્પત્ય જીવનને કેવું શોભાવે છે, સુખમય બનાવે છે; એ એના અદ્ભુત છ ગુણોથી સમજવાનો પ્રયત્ન કરશું.
कार्येषु मन्त्री करणेषु दासी, भोज्येषु माता शयनेषु रम्भा । धर्मे सहाय्या क्षमया धरित्री, षड्गुणयुक्ता त्विह धर्मपत्नी ।।
સન્નારી કોઈપણ પુરુષની ધર્મપત્ની બને છે એ સન્નારીપણાને શોભાવનારા છ ગુણથી યુક્ત હોય છે. એ છ ગુણ નીચે મુજબ છે. (૧) કાર્યેષુ મન્ની - સન્નારી પતિના કાર્યમાં, મૂંઝવણભર્યા પ્રસંગમાં, કોઈ જટીલ સમસ્યામાં બુદ્ધિમાન મંત્રી જેવી બની, યોગ્ય સલાહ સૂચન આપી સમસ્યાનો ઉકેલ કરે છે, કાર્યને સફળ બનાવે છે. આ સગુણ તેજપાળની પત્ની અનુપમાદેવીમાં ખૂબ સારો ખીલેલો ઈતિહાસના પાને વાંચવા મળે છે. (૨) કરણેષુ દાસી -પતિનું કામ કરવામાં અથવા શુશ્રષામાં દાસી જેવી બની જતી દેખાય છે. ત્યાં એ પોતે શેઠાણી હોય તો શેઠાણીપણું ભૂલી જાય છે. કોઈપણ જાતના કંટાળા વગર પતિનું કામ ઉમંગથી કરે છે. આ સદ્ગુણ ધારણ કરતી ઘણી સન્નારીઓ આપણને આજે પણ આર્યકુટુંબોમાં જોવા મળે
છે.
(૩) ભોજ્યેષુ માતા - સન્નારી પોતે જ પતિને જમાડતી હોય છે, અને તે પણ માતા જેવા પ્રેમથી જમાડતી હોય છે.માતા જેવા પ્રેમથી પીરસેલું ભોજન ગુણકારી બને છે. તૃષ્ટિ-પુષ્ટિનું કારણ બને છે. પશ્ચિમની ઝેરીલી સંસ્કૃતિ કૂદકેને ભૂસકે વિસ્તાર પામતી હોવા છતાં આજે પણ આર્યદેશની હજારોલાખો સન્નારીઓ આ ત્રીજા સગુણને ધરનારી જોવા મળે છે. (૪) શયનેષુ રંભા - પતિને વિષય સુખથી તૃપ્ત કરવામાં સન્નારી રંભા જેવી હોય છે. જેથી પતિ પરસ્ત્રીગમનાદિ દૂષણથી દૂષિત થતો નથી.
| 9૬૨ ||