________________
મેં વાંચ્યુ તમે પણ વાંચો
દ્વારા ડિસ્ટર્બ કરવાનો આપણને અધિકાર નથી તેવો એક ઉદાત્ત વિચાર છુપાયેલો છે.
ઇંગ્લેન્ડમાં થયેલી ઔદ્યૌગિક ક્રાંતિ પછીના=પોસ્ટઈન્ડટ્રીયલ રિવોલ્યુશન એરોમાં જે ઉપભોક્તાવાદી સંસ્કૃતિ પાંગરી તેમાં આ વિચારનો અંશ પણ ન હોવાના કારણે કેવળ ‘ઇટ, ડ્રિંક એન્ડ બી મેરી'નો સિદ્ધાંત તે સંસ્કૃતિનો આરાધ્યદેવ બની રહ્યો છે. ઊર્જાથી માંડીને જળ સુધીના ક્ષેત્રોમાં ઝળૂબી રહેલાં ઘેરી કટોકટીના વાદળોનો ગર્ભ આ વિચારના પિંડમાંથી બંધાયેલો છે. સવારથી સાંજ અને ઘોડિયાથી ઘડપણ સુધીના આપણા જીવન તરફ એક આછોપાતળો દ્રષ્ટિપાત કરવામાં આવશે તો વાત હાથમાં રહેલા આમળાની જેમ સ્પષ્ટ થઇ જશે. એક સર્વેક્ષણ અનુસાર અમેરિકન ઘરોમાં નળમાંથી આવતા પાણીનો જથ્થો જો થોડોક પણ ઘટાડવામાં આવે તો રોજનું ૨૫ કરોડ ગેલન પાણી બચાવી શકાય. રોજનું ૪૫૦ અબજ ગેલન પાણી વેડફતા અમેરિકનોના ઘરવપરાશના પાણીના ૩૨ ટકા તો શાવર બાથ પાછળ અને ૪૦ ટકા પાણી ટોઇલેટ ફલશ કરવા પાછળ વેડફાય છે, તો ૧૪ ટકા પાણી તેમના વોશિંગ મશીનો ચાઊ કરી જાય છે.
આ જ જીવન પદ્ધતિનું અનુકરણ મુંબઈગરાઓ અને મુંબઈના પગલે પગલે દેશના અંતરિયાળ ગામડાંઓમાં વસતા લોકો પણ કરવા માંડયા છે. આપણા બાપદાદા દેશમાં ઘરના ઓટલે ત્રાંબા કે પિત્તળનો લોટો લઈને લીમડા-બાવળના દાતણથી દાંત સાફ કરવા બેસતા ત્યારે એક લોટો પાણીમાં જીવનના છેલ્લા દિવસ સુધી તેમના દાંત જેટલા ઊજળા રહેતા તેટલા ઊજળા દાંત તો આજકાલ ચૌદ-પંદર વર્ષના ટીન-એજર્સ છોકરાંઓના જોવામાં આવતા નથી. છતાંય વોશબેસિનનો નળ ચાલુ રાખીને કોલગેટ કે સિબાકાનો સફેદ રગડો મોંમાં ઘસાવાની તેની આદતને કારણે બ્રશ કરતી વખતે જ વીસથી પચીસ લિટર જેટલું પાણી વેડફી નાખે છે. તમે ધારો તો તેને બાળપણથી જ વોશબેસિનનો નળ ચાલુ રાખીને બ્રશ કરવાને બદલે લોટામાં પાણી લઇને દાતણ કરતા જરૂર શીખવાડી શકો. પણ ખાટલે મોટી ખોટ એ છે કે તમને જ
|| ૬૬ ||