________________
મેં વાંચ્યુ તમે પણ વાંચો
કાગળખાઉ સંસ્કૃતિ ઝાડને પણ મ્યુઝિયમ પીસ બનાવી દેશે
ભારતીય જીવનવ્યવસ્થામાં કુટુંબભાવના અને નિર્વ્યાજ સ્નેહના સીમાડા ‘અમે બે અને અમારાં બે' સુધી સીમિત રહેવાને બદલે મામા-માસી, કાકા, ફોઈ અને બનેવી-સાળાના પહોળા વિસ્તાર સુધી લંબાતા અને તેનો પડઘો ભારતીય ભાષાઓનો શબ્દવૈભવ પણ બરાબર પાડે છે. અંગ્રેજીમાં તમારે કાકા અને મામા વચ્ચે તફાવત પાડવા માટે અંકલ શબ્દને પેટર્નલ અને મેટર્નલના વિશેષણનું પૂછડું લગાવવું પડશે. તેવું જ માસી અને ફોઈનું. મા અને બાપ બંનેની બહેનો માટે આન્ટીથી ચલાવી લેવું પડે. બહેનના પતિ માટે સિસ્ટર્સ હસબન્ડ અને ભાઈની પત્ની માટે બ્રધર્સ વાઈફ વાપરનારા તેમની પાસે બનેવી કે ભાભી, દેરાણી કે જેઠાણી, નણંદ કે ભોજાઈ જેવા શબ્દો જ નથી. સંબંધવાચક શબ્દોની ઉણપ તેના દ્વારા વાચ્ય સબંધોની માતૃગૃહ માટે મોસાળ જેવો માં ભરી નાખનારો શબ્દ હશે કે કેમ તે સવાલ છે. આ દેશમાં સ્ત્રી ‘મા’ના લગ્ન પૂર્વેના સગાંઓનું પણ જે નૈકટ્ય ‘મોસાળ’ શબ્દ દ્વારા સ્કૂટ થાય છે તે ભારતીય કુટુંબમાં ‘મા’ના દરજ્જાનું સૂચક તો જરૂર છે.
વીજળીના ભડકા અને ડામર રોડના અતિક્રમણથી બચેલા મોસાળના ગામડે ઉનાળા-દિવાળીની રજાઓમાં જવાનું થતું ત્યારે જોયેલો નાળિયાના છાપરા નીચે લટકતો લાકડાના દઢાવાળો લોખંડનો વાંકડિયો સળિયો મને આજેય બરાબર યાદ છે. લોકભાષામાં એને ફાળકો કહેતા. મોસાળથી ઘરે પહોંચ્યા પછી રાજીખુશીથી પહોંચી ગયાના ખબર આપતું અમે લખેલું રડ્યું-ખડ્યું પત્તું કે બાજુના કસ્બના શહેરથી ખરીદેલાં સૂકા કોપરાંના બિલની નાનકડી ચબરખી એ જ એ ફાડકાનો વૈભવ. આનંદ કિલ્લોલથી જીવતા ગામડામાં ‘સેઠ’ ગણાતા એ બહોળા પરિવારનો કાગળનો કુલ વપરાશ એટલો ઓછો કે ક્યારેક એ નાનકડો સળિયો ભરાતાં બે-ત્રણ વર્ષ પણ વીતી
જ
|| ૧૨૭ ||