________________
મેં વાંચ્યું તમે પણ વાંચો ક્યાં છે સ્વતંત્રતા? ક્યા છે સ્વરાજલ્થ ?
આજનો યુગ ભારે વિચિત્ર છે કહેવાતા “સ્વરાજ્યને પણ પચાવવાની તાકાત આજે ક્યાં જોવા મળે છે?આઝાદી, સ્વરાજ્ય અને સ્વતંત્રતાના ગાણાં આજે ગવાઈ રહ્યા છે, પણ હકીકતમાં પરતંત્રતા અને સ્વચ્છંદતાના બંધનમાં આપણે વધુને વધુ જકડાતા-બંધાતા જઈએ છીએ.વધારે દુઃખદ બાબત તો એ છે કે, આજની સરકાર અને સત્તાલોલુપ નેતાઓએવા જ માર્ગે આગળ વધીને પ્રજાને પણ આગળ વધારી રહ્યા છે કે, જેના કટુ પરિણામ રૂપે પ્રજા વધુને વધુ ભોગલોલુપ બનતી જાય અને દેશના રાજકારણ પર પાશ્ચિમાત્ય-પરતંત્રતાના પડછાયા ઘેરા બનતા જાય છે.
સાંસ્કૃતિક કાર્યક્રમના નેજા હેઠળ આજે વિકૃતિઓને વેગ મળી રહ્યો છે અને ભોગવિલાસમાં સૌ ફસાતા જાય છે. ભારતીય-પરંપરા, લજ્જા-મર્યાદા, પ્રમાણિકતા આદિ મૂળભૂત આદર્શો પર આજે અગ્નિ ચંપાઈ રહ્યો છે. જેથી આજની નારી વેશ્યા કરતાય વધુ વિલાસિની બનીને ઠેર-ઠેર ઘૂમતી જોવા મળે છે. પ્રાચીન કાળની વેશ્યાઓ તો ચાર દીવાલોની ચોકી વચ્ચે વિલાસ કરતી હોવાથી એનો ચેપ બીજાને ઓછો લાગતો હતો, જ્યારે આજે તો સિનેમા અને ટી.વીના માધ્યમે છડેચોક આવો ચેપ ફેલાઈ રહ્યો છે અને એનું અનુકરણ કરતી આપણી મા-દીકરીઓ ઘર ઉપરાંત, બજારમાં પણ ઘૂમતી જોવા મળે છે.
વિલાસ-મોજ-શોખનો ચેપ આજે એટલો વ્યાપક બન્યો છે કે, આભ ફાટ્યા જેટલી સ્થિતિ સરજાઈ છે, હવે એ ફાટને કઈ રીતે સાંધવી, અને એના માટે શું કરવું? એજ યક્ષ પ્રશ્ન થઈ પડ્યો છે. નગ્નતાના પ્રદર્શનમાં થી જાતને બચાવી લેવા માટે હવે તો એજ ઉપાય જણાય છે કે, સત્સંગ વચ્ચે જીવવું અને સતત સત્સાહિત્યનું વાંચન કર્યા કરવું. સમાજને સન્માર્ગે લાવવાના આજ બે ઉપાય કંઈક આશાપ્રદ જણાય છે. માટે આના પ્રચાર-પ્રસાર અર્થે આપણે સૌએ પુરુષાર્થ કરવો જ જોઈએ.
- હીરાચંદ સ્વરૂપચંદ ઝવેરી, મુંબઈ-૯. | ૧૪૬ ||